કાટલા વાળી ગોળપાપડી
#GA4 #Week15
# jaggery
#ગોળ પાપડી
ગોળ ,ઘી અને ઘઉં ના લોટ થી બનતી ગુજરાતીઓની પ્રખ્યાત મીઠાઈ અને જે માત્ર ઘરમાં જ બનતી હોય એવી મીઠાઈ એટલે ગોળ પાપડી અથવા સુખડી અત્યારે ઠંડીની સીઝન માં કાટલા વાડી ગોળ પાપડી ખાવાની બહુ મજા આવે અને જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો આજે મેં એજ બનાવી છે અમારા ઘરની તો બધાની ફેવરિટ છે
કાટલા વાળી ગોળપાપડી
#GA4 #Week15
# jaggery
#ગોળ પાપડી
ગોળ ,ઘી અને ઘઉં ના લોટ થી બનતી ગુજરાતીઓની પ્રખ્યાત મીઠાઈ અને જે માત્ર ઘરમાં જ બનતી હોય એવી મીઠાઈ એટલે ગોળ પાપડી અથવા સુખડી અત્યારે ઠંડીની સીઝન માં કાટલા વાડી ગોળ પાપડી ખાવાની બહુ મજા આવે અને જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો આજે મેં એજ બનાવી છે અમારા ઘરની તો બધાની ફેવરિટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળી લેવો ત્યારબાદ ગોળને પણ ઝીણા સમારી લેવું
- 2
ગુંદ ને પણ સાફ કરી લેવું
- 3
બદામની ઝીણી કતરણ કરી લેવી હવે ગેસ ચાલુ કરી તેમાં મીડીયમ તાપે એક કડાઈમાં ઘીને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં લોટ નાખવો અને સતત હલાવતા રહેવું લોટમાં ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખો
- 4
હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવું પછી તેનો કલર ચેન્જ થાય અને થોડો ગોલ્ડન બ્રાઉન રંગનો લાગે ત્યારે તેમાં ગુંદ નાખવું ગુંદ એકદમ ફૂલી અને બહાર આવી જાય એટલે તેમાં કેટલું નાખવું હવે આ મિશ્રણને બરાબર હલાવી નાખો
- 5
ત્યારબાદ તેમાં કોપરાનું ખમણ નાંખી અને બરાબર હલાવવું હવે ગેસ ને બંધ કરી નાખું અને કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવી ક્યારે પણ ગેસ ઉપર કડાઈ હોય ત્યારે ગોળ ને મિક્સ કરવો નહીં નહિ તો એ કડક થઇ જશે હંમેશા ગેસ બંધ કરી અને કડાઈને ગેસ ઉપર થી નીચે ઉતારી પાંચ મિનિટ રહેવા દેવી અને પછી ગોળ નાંખી અને સારી રીતે આ મિશ્રણને મિક્સ કરવું તો જ ગોળપાપડી સારી અને સોફ્ટ બનશે જો જરૂર લાગે તો ઘી નું પ્રમાણ થોડુંક વધારી શકાય ગોળ મિક્સ કરી અને ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણને પાથરવું
- 6
અને ઉપરથી કોપરાનું ખમણ અને બદામની કતરણથી ગાર્નિશ કરવું હવે થાળીમાં પાથરી ગોળપાપડી ને ગરમ હોય ત્યારે જ કાપા પાડી લેવા અને થોડી ઠંડી થાય પછી આના પીસ કરેલા કટકા કાઢવા
- 7
તો તૈયાર છે કાટલા ગોળપાપડી😋😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ