ગ્રીન ઉંધિયું (Green Undhiyu Recipe In Gujarati)

Urvi Shethia @cook_urvi1490s
ગ્રીન ઉંધિયું (Green Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીમાં સાકર, મીઠું, લીંબુ મિક્સ કરી. સાકર ઓગળે ત્યાં સુધી મીક્સ કરો.
- 2
મેથીમાં મુઠિયાની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરો, સહેજ પાણી છાંટી લોટ બાંધો.
- 3
નાની ટીક્કી વાળી, મિડિયમ તાપે આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- 4
ગ્રીન મસાલાની સામગ્રી ભેગી કરી મિક્સીમાં પીસી લો.
- 5
કંદ, બટાટાને 4 સીટી વગડાવી રાંધો. બંનેની છાલ છોલી મોટા પીસીસ માં સમારો.
- 6
તેલ ગરમ કરી, હીંગ, રાઈ,જીરા, અજમાનો વઘાર કરો. બંને પાપડી, વટાણા, તુવેર, ગ્રીન મસાલો, કંદ, મુઠિયા નાખો.
- 7
બધી સબ્જી ડુબે તેટલું પાણી ઉમેરો. બધા મસાલા નાખી હલાવો. (પાણી ચાખી લો તેથી સ્વાદની આછેરી ઝલક મળી જશે. મસાલા તમારા સ્વાદ મુજબ વઘધટ કરી શકશો)
- 8
3-4 સીટી વગડાવી, બટેટું, લસણની પેસ્ટ મિક્સ કરી, ઢાંકી 2-3 મિનિટ રાંધો. કોથમીર નાખી દો. તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14308485



ટિપ્પણીઓ (3)