ઊંધિયું(Undhiyu recipe in Gujarati)
#ટ્રેન્ડિંગ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાપડી ના દાણા તુવેરના દાણા મિક્સ કરી લો અને પાણીમાં પલાળી દો હવે રતાળુ સકરીયા બટાકા અને રીંગણ ને મોટા પીસ કરીને તળી લો પાપડી અને તુવેરના દાણાને કુકરમાં બે સીટી વગાડી ને બાફી લો
- 2
હવે એક બાઉલમાં મસાલો બધો ઊંધિયા નો મિક્સ કરવો એકદમ ટેસ્ટી અને આપણા ઘરના સ્વાદ મુજબ મીઠું અને આદુ મરચા નાખવા ખાંડ પણ નો નાખે તો ચાલે પણ નાખે તો સારું લાગે આ મસાલાને બાફેલા તુવેર અને પાપડીમાં મિક્સ કરવા બાકીના મસાલા માં તળેલા શાકભાજી મિક્સ કરવા હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો
- 3
એક મિક્સર જારમાં લીલું લસણ અને લીલા ધાણા આદુ મરચાં મીઠું નાખીને પેસ્ટ બનાવો આ પેસ્ટને તેલમાં સાંતળી લો પછી તેમાં સુકુ લસણ વાટીને ઉમેરો હવે તેમાં થોડું સરણાય એટલે તેમાં પાપડી અને તુવેર અને તળેલા શાકભાજી બધું જ મિક્સ કરો હવે બરાબર તેલમાં સાંતળો અને green paste પણ બરાબર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કરો અને ઉકળવા દો શાક એકદમ મિક્સ થઈ જાય એટલે આપણને જરૂર હોય એટલો રસો રાખો અને ગરમા ગરમ ઉપરથી કોપરું લીલા ધાણા અને લીલું લસણ નાખીને સર્વ કરો
- 4
તૈયાર છે આપણું ટેસ્ટી ઉંધીયુ આપ સૌ ઘરે જરૂરથી ટ્રાય કરશો મેથીના મુઠીયા બનાવવા નો સામાન છે તે બધું મિક્સ કરીને તેના મિડિયમ સાઈઝના મુઠીયા વાળી ને તળી લેવા તેને પણ શાકમાં મિક્ષ કરવા
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)