રાજસ્થાની લીલી હળદરનું શાક (Rajasthani Lily Halder Shak Recipe In Gujarati)

રાજસ્થાની લીલી હળદરનું શાક (Rajasthani Lily Halder Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હળદરને ધોઇને તેને થોડી મોટી છીણી લો તેમજ બટેટુ અને ફ્લાવર ચીઝ ની ખમણી માં ખમણી લો
- 2
હવે એક કડાઈમાં એક કપ ઘી લઈ તેમાં બે ચમચી વાટેલું લસણ નાખો તેને એકદમ સરસ સાંતળો સુગંધ આવે ત્યાં સુધી ત્યારબાદ તેમાં છીણેલું બટેટુ ફ્લાવર અને મીઠું ઉમેરો 10 થી 15 મિનિટ સુધી તેને એકદમ સરસ ચડવા દો પછી તેમાં 2 ચમચી લાલ મરચું ઉમેરો અને એકદમ સરસ એકરસ કરો અને સાઈડ પર મૂકી દીધો
- 3
હવે ચટણી બનાવવા માટે આ બનાવેલી પેસ્ટ માંથી 1 ચમચી લઈ તેમાં એક ટેબલ તેલ ઉમેરી સાંતળો પછી એક ચમચી લસણની ચટણી ઉમેરો અને ૨ ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરો બે મિનિટ સુધી થવા દો હવે તેને એક વાટકીમાં કાઢી લો
- 4
બીજી કડાઈમાં ૧ કપ ઘી લઇ છીણેલી હળદર અને વટાણા બંને મિક્સ કરી દો તેમાં ફક્ત મીઠું ઉમેરો તેને ચડવા દો આશરે 10 થી 15 મિનિટ જેવું થશે હવે તેમાં 1/2ચમચી લાલ મરચું ઉમેરી બે મિનિટ થવા દો
- 5
હવે આ હળદર ના શાક ની અંદર પેલા બનાવેલી બધી જ પેસ્ટ ઉમેરી દો બધું જ એકસરખું મિક્સ કરી દો દસ મિનિટ જેટલું ચડવા દો હવે ગેસ બંધ કરી તેમાં દહીં ઉમેરો અને અડધો કપ કોથમીર ઉમેરી દો તૈયાર છે લીલી હળદરનું શાક તેને ગરમ ગરમ બાજરાના રોટલા અને ચટણી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ