એગલેસ બ્રાઉની કેક (Eggless Brownie Cake Recipe In Gujarati)

એગલેસ બ્રાઉની કેક (Eggless Brownie Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડાર્ક ચોકલેટ ને ડબલ બોઈલર ના પ્રોસેસ દ્વારા મેલ્ટ કરી લો પછી એમાં બટર ઉમેરો એને સરખી રીતના મેલ્ટ થવા દેવું પછી એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવું.
- 2
પછી એમાં મેંદો, બુરૂ ખાંડ, બેકિંગ પાઉડર, કોકો પાઉડર ચાળીને ઉમેરવું. અને સરખી રીતના હલાવી લેવું. બીજી બાજુ ગેસ ઉપર કઢાઈ મૂકી એનામાં મીઠું ઉમેરી અને સ્ટેન્ડ મૂકીને કઢાઈને દસ મિનિટ માટે પ્રી હીટ કરવા મૂકવું. બનાવેલા મિશ્રણ ને બીજા કન્ટેનરમાં ટ્રાન્સફર કરી એને ૩૦ થી ૩૫ મિનીટ માટે બેક કરવા મૂકી દેવું.
- 3
અંદાજે ૩૫ મિનિટ પછી જોઈ લેવું કે કેક વ્યવસ્થિત બેક થઈ ગયો છે કે નહીં. કેક બેક થઈ ગયા પછી એને ઠંડો થવા દેવો.
- 4
પછી ફરીથી બીજી બાજુ ડાર્ક ચોકલેટને ડબલ બોઇલર પ્રોસેસ દ્વારા મેલ્ટ કરી લેવું. પછી એમાં whipped cream ઉમેરી સરખી રીતના હલાવી લેવું.
- 5
પછી બનાવેલા કેક ઉપર એ ડાર્ક ચોકલેટ વાળું મિશ્રણ સરખી રીતના પાથરી લેવું. અને જોઈએ એ પ્રમાણે ગાર્નિશ કરી લેવું
- 6
પછી એને 10 મિનીટ માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દેવું
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ