મીની પાપડ કપ વીથ રાઈસ એન્ડ સંભાર

# GA4
# Week 23
# પાપડ
આ ડિશ સ્ટાર્ટર તરીકે કે કીટી પાર્ટી માટે બનાવી શકાય તેવી છે. આમાં મેં સંભાર અને રાંધેલો ભાત મિક્સ કરીને સ્ટફિંગ કર્યું છે પણ તમે કોઈપણ સ્ટફીંગ કરી શકો. તમે એડવાન્સમાં બનાવી પણ રાખી શકો .ખાવાના સમયે પાપડ કપમાં સ્ટફિંગ ભરી તરત જ સર્વ કરવા નહિતર નરમ થઈ જશે અથવા ખાવાના સમયે એક સર્વિંગ પ્લેટ લઈ વચ્ચે બાઉલમાં સંભાર અને રાઈસ મિક્સ કરેલ મુકવા અને તેની ફરતે પાપડ કપ મુકવા.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નાના બાઉલમાં મેંદો લઈ તેમાં થોડું પાણી નાખી મીડીયમ થીક સ્લરી બનાવવી. હવે એક થાળી લઈ તેમાં 1/2 કપ પાણી રેડી તેમાં એક પાપડ પલાળીને તરત કાઢી નાખો. પછી તેલથી ગ્રીસ કરેલ ચોપિંગ બોર્ડ પર મૂકી રાઉન્ડ ઢાકણ કે શેપથી કટ આપવો અને વધેલા પાપડમાંથી થીક લાંબી સ્ટ્રીપ કરવી. એક પાપડમાંથી લગભગ ૨ પાપડ કપ બની શકશે.
- 2
હવે કટ કરેલ પાપડના શેપની ફરતે મેંદા ની સ્લરી લગાવી તેને મીની કપનો શેપ આપવો. આજ રીતે બધા પાપડના મીની કપ બનાવવા.
- 3
હવે એક પછી એક તૈયાર કરેલ બધા કપને ચીપીયાની મદદથી તળી લેવા. હવે વધેલા સાઈડના પાપડ ને પણ તળી લેવા.
- 4
હવે સંભાર અને રાંધેલા ભાતને એક બાઉલમાં મિક્સ કરી પાપડ કપમાં સ્ટફ કરીને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (20)