બાજરાનુ ગરમાણુ (Bajra Raab Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી એકત્રિત કરવી. પછી એક કઢાઈમાં ઘી લઈ તેમાં બાજરાનો લોટ થોડો લાલાશ પડતો તેમજ સુગંધ આવે થાય ત્યાં સુધી શેકવો.
- 2
ત્યારબાદ ગેસ ધીમો કરી થોડું થોડું દૂધ ઉમેરતા જવું તેમજ ઉપરની બાકીની સામગ્રી એક પછી એક ઉમેરતા જવી અને સતત હલાવતા જવું. બે મિનિટમાં થોડુ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો. આપણું બાજરાનું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગરમાણું તૈયાર થઈ ગયું.
તમને વધારે ઘટ્ટ થઇ ગયેલું લાગે તો જરૂર મુજબ દૂધ ઉમેરવુ. તેમજ સાકર અને ડ્રાયફ્રૂટ વધતા-ઓછા કરી શકાય. - 3
હવે સર્વિંગ બાઉલમાં કાઢી પિસ્તા કતરીથી ડેકોરેટ કરી બાજરાના ગરમાણાનો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629768










ટિપ્પણીઓ (16)