બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)

Khushboo Vora @cook_24418248
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી બાજરીને પાણીમાં સાત કલાક માટે પલડવા મૂકી દો
- 2
અને મગની દાળને પણ પાણીમાં પલાળવા મૂકી દો
- 3
બધા શાકને સુધારી દો અને ચોખ્ખા પાણીથી સાફ કરી દો પછી કૂકરમાં ઓલિવ ઓઈલ લઈ રાઈ જીરું ઝીરો તજ અને તમાલપત્ર નાખો
- 4
બરાબર તતડી જાય એટલે એની અંદર બધા શાક નાખી દો અને એને પાંચ મિનિટ માટે ચડવા દો પછી એમાં જે પડવાના મૂકી હતી એ બાજરા નાખી દો બરાબર મિક્સ કરી દો
- 5
પછી એની અંદર મગની દાળ નાખી દો લાલ મરચું,ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, સંચળ પાઉડર અને પાણી નાંખી બરાબર મિક્સ કરો આ બાજરાની ખીચડી માં પાણી જરા વધારે પડતું નાખવો પડશે અને એને ચડવા માટે ૫-૬ સિટી ની જરૂર પડે છે બાજરી ચડતા નથી
- 6
કોથમીર નાખી સજાવટ કરો.રેડી છે બાજરાની ખીચડી આ હેલ્થી પ્રોટીન વાળી અને ટેસ્ટી રહેશે કે તમને બીજી ભૂખ પણ નહીં લાગે આ ખાધા પછી એને છાશ સાથે પણ તમે લઇ શકો છો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636173


















ટિપ્પણીઓ (21)