મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)

(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)
#MaggiMagicInMinutes
#Collab
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)
#MaggiMagicInMinutes
#Collab
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપડે વ્હાઈટ સોસ બનાવી લઈશુ એના માટે એક પેન માં 1 ચમચી બટર ગરમ કરો પછી તેમાં 1 ચમચી મેંદો નાખો પછી હલાવો મેંદો સેકાય જાય પછી ધીમે ધીમે દૂધ નાખતા જાવ અને હલાવતા જાવ
- 2
હવે તેમાં મીઠું, તીખા, ઓરેગાનો, ચીલ્લીફ્લેક્સ, ખાંડ નાખી હલાવો અને સોસ તૈયાર કરો
- 3
હવે બીજી કડાઈ માં તેલ ગરમ મુકો તેમાં લસણ નાખી સાંતળો પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ, મકાઈ નાખો અને હલાવો
- 4
પછી તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું, તીખા નાખો બરોબર મિક્સ કરો પછી તેમાં ટોમેટો પ્યુરી નાખો (ટોમેટો પ્યુરી માટે મે 5 થી 6 ટામેટા ને બોઈલ કરી એની છાલ કાઢી અને પીસી ને પ્યુરી બનાવી છે) પછી ટોમેટો સોસ નાખો
- 5
મેગી ના પેકેટ માં જે મસાલો આવ્યો હોય અને મેગી મસાલા મેજિક મસાલાનું 1/2 પેકેટ નાખો પછી 3 ગ્લાસ પાણી નાખો મે 3 પેકેટ મેગી લીધી છે એટલે પાણી પણ એટલું જ લેવાનું છે
- 6
પછી મેગી નાખો અને તેને ચડવા દો ઢાંકણ બંધ કરી ને હવે ઓવન ના બાઉલ માં નીચે બટર લગાવો
- 7
પછી મેગી નાખો પછી વ્હાઈટ સોસ પાથરો પછી ચીઝ ખામણો
- 8
પછી મેગી મેજિક મસાલો છાંટો પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ છાંટો અને ઓવેન માં 180° પર 5 મિનિટ માટે બેક કરો
- 9
બેક થઇ જાય એટલે બહાર કાઢો ફ્રેન્ડ્સ મેગી લસનિયા કેટલી સરસ બેક થઇ છે એ તમને ફોટો માં દેખાય રહ્યું હશે તો તૈયાર છે મેગી લસનીયા ગરમા ગરમ સર્વ કરો બવ મસ્ત બની છે કાશ હું તમને લોકો ને ટેસ્ટ કરાવી શકત
Keywords
Similar Recipes
More Recipes






























ટિપ્પણીઓ