જલેબી (Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે એક વાસણમાં ૧ વાટકી ખાંડ અને પાણી નાખો. પછી તેમાં ફુડ કલર ઉમેરી હલાવો.
- 2
પછી ચાસણીને થોડી વાર ઊકળવા દો. ચાસણી થોડી ઘટ્ટ થાય પછી તેમાં ઇલાયચી ને વાટીને નાખવી. હવે ચાસણી તૈયાર છે તેને ઠંડી થવા દો.
- 3
હવે આપણે જલેબી બનાવવા માટેનું ખીરું તૈયાર કરીયે. એક વાસણમાં મેંદો, કૉનફલોર, દહીં, ખાવાનો સોડા, હળદર, ચપટી મીઠું અને જરૂર મુજબ પાણી નાખો અને ખીરું તૈયાર કરો.
- 4
જલેબી બનાવવા માટે નું ખીરું ખૂબ પાતળું કે બહુ જાડું નહિ થાય તેનું ધ્યાન રાખવું. મધ્યમ રાખવું અને એક ટોમેટો કૅચઅપ ની બોટલ માં ભરી લેવું.
- 5
હવે એક વાસણમાં ઘી મુકવું. ઘી ગરમ થઈ જાય પછી તેમાં બોટલ ની મદદથી જલેબી બનાવવી. બંને બાજુએ ઘીમાં તળવી.
- 6
જલેબી તળાઈ જાય પછી તેને તરત જ ચાસણીમાં નાખવી અને ૨-૩ મિનિટ સુધી રાખવી. પછી તેને બહાર કાઢી લો.
- 7
જલેબી ખાવા માટે તૈયાર છે. તેને પિસ્તાથી સજાવો અને ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (7)