પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)

પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બેસન આદુ-મરચાની પેસ્ટ મીઠું હળદર લાલ મરચું પાઉડર ખાંડ લીંબુ અને મેગી મસાલો નાખીને અને થોડું પાણી નાંખી અને મિક્સ કરી લ્યો
- 2
હવે પાત્રા ના પાન લો તેમાં થી તેની સાડી કાઢી લો અને પછી બરાબર સાફ કરી લ્યો અને પાણીથી ધોઈ લો પછી આપ બેસનના મિશ્રણને તેની ઉપર લગાવી દો પછી બીજું પાન મૂકી અને એની ઉપર ફરીથી આપ બેસનનું લગાવી દો અને પાછો હજી એક પાનકી અને બેસનનો મિક્સર લગાવી અને રોલ વાળી દો હવે હવે એને વરાળથી બાફી લ્યો 20 મિનિટમાં એ બફાઈ જશે. બફાઈ જાય એટલે એ નાના નાના ટુકડા કરી લેવા
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નાંખી અને સાંતળી લો
- 4
પછી એમાં ડુંગળી નાંખી અને સાંતળી લો ડુંગળી થોડીક સંતળાઈ જય એટલે તેમાં ગાજર કેપ્સિકમ નાખી અને થોડા ચડવા દો. બધું જ ચઢી જાય એટલે તેમાં પાસ્તા નાખી દો
- 5
હવે એમાં મેગી મસાલો ઓરેગાનો ચીલી ફ્લાકેસ મીઠું મરી પાઉડર અને પાસ્તા નાખી અને બરોબર મિક્સ કરી લો. બધું બરોબર મિક્સ થઇ જાય એટલે પાત્રના ના ટુકડા કર્યા હોઈ એને નાખી ne મિક્સ કરી લ્યો ને કોથમીર વડે ગાર્નિશ કરો તો તૈયાર છે પતરા ઈન ઇટાલિયન ક્યુઝિન.
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ