મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)

મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.
મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.
મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી નૂડલ્સને ઉકળતા પાણી માં બાફી લેવા પરંતુ વધારે પડતા બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. હવે તેને એક કાણાવાળા વાસણમાં લઈને ઠંડા પાણીથી ધોઇ લેવા અને ત્યારબાદ તેમાં ૧ ટીસ્પૂન તેલ ઉમેરીને રહેવા દેવા જેથી કરીને એકબીજા સાથે ચોંટી ના જાય.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, કાંદા, આદુ અને લીલા મરચાં ઉમેરીને કાંદા હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં મેગી ટેસ્ટ મેકર અને મેગી મસાલા-એ-મેજીક ઉમેરીને બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરી હલાવી લઈને તેને ઠંડુ થવા દેવું.
- 3
એક વાસણમાં બેસન, ચોખાનો લોટ, હળદર, મીઠું અને મેગી મસાલા-એ-મેજીક ઉમેરીને બરાબર હલાવી લેવું ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરી લેવું.
- 4
મરચા ને ધોઈ, કોરા કરી તેમાં વચ્ચેથી એક કાપ મૂકવો. હવે તેમાં તૈયાર કરેલું મેગી નૂડલ્સ નું સ્ટફિંગ ભરી દેવું.
- 5
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. હવે 1 ટેબલસ્પૂન ગરમ તેલ ખીરામાં ઉમેરીને બરાબર હલાવી લેવું. ત્યારબાદ મરચાને ખીરામાં બોળીને મીડીયમ થી હાઈ હિટ પર તળી લેવું. બધા ચીલી પોપર્સ ને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવા.
- 6
આ રીતે બધા મેગી ચીલી પોપર્સ તળીને તૈયાર કરી લેવા ત્યારબાદ તેને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ સાથે અથવા તો પસંદગી મુજબના સૉસ કે ચટણી સાથે પીરસવા. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક સ્વાદિષ્ટ નાસ્તો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
#SQમેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે... Ankita Solanki -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી એ મેજીક પુલાવ (Maggi E Magic Pulao Recipe In Gujarati)
આ પુલાવ માં મેં મેગી એ મેજીક મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે જે સ્વાદિષ્ટ બન્યો છે Hema Gandhi -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી. Vandana Darji -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
મેગી ભેળ(Maggi bhel recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabકયારેક કાંઇક ક્વીક અને ચટપટું બનાવવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે. એમા લેવામાં આવતી વસ્તુઓ આપણા સ્વાદ અનુસાર ઓછું વધુ કે સ્કીપ કરી શકાય છે એ તેની ખાસિયત છે. આજે આપની સાથે હું એવી જ ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળની રેસીપી શેયર કરુ છું જે ઓછી સામગ્રી માં ઝટપટ બને છે. તો તમે પણ ચોકક્સ બનાવજો મેગી ભેળ. Jigna Vaghela -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EBWeek9વરસાદ માં ખાવાની મજા આવે, મેગી ની જેમ સરળ તા થીઘરે બનાવી શકાય, નાનામોટા સૌ ને ભાવતા મેગી ભજીયા Pinal Patel -
ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
#EB#Week9#cookpadGujarati મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Daxa Parmar -
મેગી કરી (Maggi Curry Recipe In Gujarati)
મેગી નૂડલ્સ નાના બાળકોની ખાસ પ્રિય છે અને મોટેરાઓને પણ પ્રિય છે. ઠંડી તેમજ વરસાદની રૂતુમાં ખાવાની મજા જ કંઈક અલગ છે. મેગીની અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં મેગી કરી બનાવી છે. Mamta Pathak -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
મેગી મસાલા મેજીક ખાખરા (Maggi Masala magic khakhra recipe in Gujarati)
#Maggimasalainmagic#Collabખાખરા એ ગુજરાતીઓના ઘરોમાં સવારની ચા સાથે ખવાતો નાસ્તો છે. મેથી, જીરા, મસાલા,અજમો, કોથમીર વગેરે અલગ - અલગ ફ્લેવર ના ખાખરા માર્કેટમાં મળતા હોય છે. મે આજે મેગી મસાલા મેજીક નાખીને ખાખરા બનાવ્યા છે.જે એકદમ પરફેક્ટ માપ સાથે બન્યા છે. જે ખૂબજ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બન્યા છે. Jigna Shukla -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
ઓટ્સ મેગી ખિચડી (Oats Maggi Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#KHICHDI#OATS#BUTTERMILK#COOKPADGUJRATI#ADMIN#OATSMEGGIKHICHDIઆ રેસીપી મે મારા મન થી બનાવેલી છે,, હું હમેશાં આ રેસીપી ઘરે બનાવુ છુ મારા હસબન્ડ ને પણ બહુ ભાવે છે અને ખાવામાં પણ કઇક અલગ લાગે છે તો આ વિક મા મે ઑટસ મેગી ખિચડી બનાવી છે હું કૂકપેડ જોડે શેર કરૂછું આનંદ માનો. Hina Sanjaniya
More Recipes
ટિપ્પણીઓ (15)