સ્ટફ્ડ ચીઝી મેગી કેપ્સીકમ (Stuffed Cheese Maggi Capsicum Recipe in Gujarati)

સ્ટફ્ડ ચીઝી મેગી કેપ્સીકમ (Stuffed Cheese Maggi Capsicum Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં તેલ ઉમેરી ને તેને ગરમ થવા દેવું પછી તેમાં સમારેલી ડુંગળી,ગાજર અને વટાણા ઉમેરી ને થોડી વાર સાંતળવા.બોવ સાંતળવા નહિ ક્રિસ્પી જ રેવા દેવા.
- 2
પછી તેમાં સીઝવાન ચટણી,મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું પાઉડર ઉમેરવા અને બરાબર મિક્સ કરવું.ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી ને ઉકળવા દેવું.
- 3
પાણી ઉકળે પછી તેમાં 2 પેકેટ મેગી ઉમેરવી.અને તેમાં મેગી ના ટેસ્ટ મેકર ઉમેરવા અને ઢાંકી ને ચડવા દો.
- 4
મેગી ચડી જાય પછી તેમાં ચીઝ સ્પ્રેડ અને કોથમીર ભભરાવી. અને ગેસ બંધ કરી ને તૈયાર મેગી ને સાઇડ પર રાખવી.
- 5
ત્યારબાદ ત્રણેય કેપ્સીકમ ના ઉપર ના ભાગ ને કાપી નાખવા અને અંદર થી બી ને કાઢી નાખવા.
- 6
પછી તૈયાર કરેલ મેગી ને કેપ્સીકમ માં ભરવી. અને ઉપર પ્રોસેસ ચીઝ તેમજ મોઝરેલા ચીઝ ગ્રેટ કરી ને ભભરાવવી.અને તેની પર રેડ ચીલી ફ્લેક્સ તેમજ મિક્સ હર્બસ ઉમેરવા.
- 7
પછી એક નોન સ્ટીક પેન માં 1 ચમચી તેલ સ્પ્રેડ કરી ને તેને ગરમ થવા દેવું તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્લેમ ધીમી કરી દેવી અને તૈયાર કરેલ સ્ટફ્ડ કેપ્સિકમ ને તેમાં મૂકવા અને કેપ્સીકમ ના ઉપર ના કાપેલા ભાગ ને કેપ્સિમ પર ઢાંકી દેવું.
- 8
અને 10 મિનિટ સુધી તવા પર ઢાંકી ને બેક થવા દેવું.બેક થય જાય એટલે તેને બાર કાઢી ને ગેસ બંધ કરી દેવો અને ગરમા ગરમ સર્વ કરવા.
- 9
ચીઝી સ્ટફ્ડ મેગી કેપ્સીકમ તૈયાર છે જે ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (2)