ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)

ગ્રીન ભેળ (Green Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈને ૧૨-૧૪ કલાક માટે પલાળી ને રાખો... પાણી માપસર નું રાખવું... મગ ફણગાવી
જશે... હવે એક કડાઈમાં એક નાની ચમચી તેલ ગરમ કરો અને તેમાં ચપટી હિંગ અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરી મગ ઉમેરો. તેમાં સ્વાદાનુસાર મીઠું, ચપટી હળદર, ફુદીના પાઉડર અને સફેદ મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો. - 2
- 3
હવે આ જ રીતે બાફેલાં કાબુલી ચણાને વઘારો અને આ રીતે જ બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
- 4
હવે ફરી એક કડાઈમાં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં હિંગ અને આદું મરચાં ની પેસ્ટ ઉમેરી મમરા નાખો. તેમાં મીઠું સ્વાદાનુસાર અને ચપટી હળદર અને સફેદ મરી પાઉડર તેમ જ ફુદીના પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે ફરી આ જ રીતે ધોઈને નીતારેલા પૌવા વઘારો અને આ જ બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
- 6
- 7
ફરી આ જ પ્રમાણે બાફેલાં અને સમારેલાં બટાકા ને વઘારો અને આ જ રીતે તેમાં બધાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 8
અહીં મેં ઘઉં નાં લોટ ની ક્રિસ્પી પૂરી બનાવી છે.
- 9
ચાલો હવે ભેળ ને assemble કરીએ. એક બાઉલ માં સૌ પ્રથમ મમરા ઉમેરો. પછી તેમાં મગ, ચણા અને બટાકા ઉમેરો.
- 10
હવે તેમાં પૌવા ઉમેરો અને ત્યાર બાદ તેમાં ફરી મમરા નુ લેયર કરવું અને તેમાં ફરી ચણા, મગ અને બટાકા ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તેને લીલી ડુંગળી અને દાડમ ના દાણા થી સજાવો. પૂરી થઈ સજાવો. તમારી ઈચ્છા અનુસાર લીલી ચટણી અને આંબલી ની ચટણી ઉમેરી ભેળ ની મજા માણો.
- 11
Similar Recipes
More Recipes
































ટિપ્પણીઓ (2)