કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

ઉનાળા માં ઠંડુ ખાવાનું મન બહુજ થાય.અને ગળ્યું તો બધાને ભાવતી વસ્તુ છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંને વસ્તુ બાળકો અને મોટા બધા ને પ્રિય છે અને એમાં પણ ઘરે જ બનાવો તો એ સારું પાડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1લીટર ફૂલ ક્રીમ દૂધ
  2. 1-1.5 ચમચીદહીં
  3. 3/4કપ+2ચમચી ખાંડ
  4. 2 tspકેસર વાળું દૂધ
  5. બદામ,પિસ્તા,કીસમીસ જરૂર મુજબ
  6. 1 tbspઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા દૂધ ને ગરમ કરો.પછી ઠંડુ થાય એટલે તેમાં દહીં નું મેળવણ નાખી દહીં જમવા મૂકો.

  2. 2

    દહીં જામી ગયા બાદ એક મલમલ નું કપડું લો અને તેમાં દહીં નાખી પાણી નિતારી લો.પછી તેને ફ્રીઝ મા 5-7કલાક મૂકો જેથી દહીં નો મસ્કો તૈયાર થાય જસે અને બધું પાણી નીતરી પણ જસે અને દહીં ફ્રીઝ માં રાખવાથી ખટ્ટું પણ નહિ થાય.

  3. 3

    હવે એક બોલ માં 2-3તાંતણા કેસર માં 2નાની ચમચી દૂધ નાખી દો.

  4. 4

    હવે તૈયાર થયેલો મસ્કો એક વાસણ માં લો એમાં ખાંડ નાખો.પછી ઇલાયચી પાઉડર અને કેસર વાળું દૂધ નાખી બધું સરખું મિક્ષ કરો પછી બધા ડ્રાય ફ્રુટ નાખી સરસ મિક્સ કરી એને 3-4કલાક ઠંડુ કરી પછી સર્વ કરો.તો તૈયાર છે આપડો કેસર,પિસ્તા ઈલાયચી શ્રીખંડ અને એ. પણ હોમેમેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes