સંભારિયા ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને એક કલાક પલાળી રાખો ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખીને કૂકરમાં ત્રણ સીટી વગાડવી ખીચડી નો દાણો છૂટો રહેવો જોઈએ
- 2
બટાકા રીંગણ અને કેપ્સિકમની લાંબી ચિપ્સ કરવી
- 3
તાવડીમાં તેલ મૂકીને તેમાં રાઈ હિંગ અજમો મીઠા લીમડાના પાન નાખીને તેમાં બટાકા અને રીંગણ ને નાખીને મીઠું નાખીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચઢવા દેવા. બટાકા થોડા ચડી જાય ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો. હવે તેમાં ચણાનો લોટ, શીંગદાણા અને તલનો ભૂકો મરચું ધાણાજીરૂ ગરમ મસાલો ઉમેરીને હલાવી ને ફરીથી ઢાંકણ ઢાંકી ને પાંચ મિનિટ માટે ચઢવા દો. શાક રેડી છે હવે તેમાં રેડી થયેલ ખીચડી ઉમેરીને બંને મિક્સ કરી દો તૈયાર છે સંભાળ્યા ખીચડી
- 4
ખીચડી અને કઢી પાપડ અને અથાણાં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721292









ટિપ્પણીઓ (6)