ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)

#GA4
#Week26
#Orange
#summer
#ice-cream
#dessert
હેલો કેમ છો ફ્રેન્ડસ!!!!
આશા છે આપ સૌ મજામાં હશો.......
આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......
આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.
મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને તૈયાર કરી લો. હવે એક બાઉલમાં કોફી પાઉડર લઈ એની અંદર બે ચમચી પાણી ઉમેરી કોફીને પાણીમાં ઓગાળી લો. ૩ થી ૪ નંગ સંતરા લઈ એનો રસ કાઢી લો. સંતરાનો રસ એક કપ જેટલો એટલે ૨૫૦ મિલી જેટલો થવો જોઈએ.
- 2
હવે એક મોટો સ્ટીલનો બાઉલ લઈ એની અંદર 500 ગ્રામ ફ્રેશ ક્રીમ લઈ લો. એને બિટર વડે બેથી ત્રણ મિનિટ માટે બરાબર બીટ કરી લો. ક્રીમ હલકું થાય ત્યાં સુધી એને ફીણી લેવું.
- 3
હવે બીટ કરેલા ક્રીમ ની અંદર એક ટીન જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરી દો. ત્યારબાદ બરાબર ફરીથી બિટર વડે ફીણી લેવું. હવે તેમાં કોફી નું મિશ્રણ ઉમેરી ફરીથી 1/2મિનીટ માટે બીટ કરી લો.
- 4
કોફીના મિશ્રણ બાદ હવે ફ્રેશ ઓરેન્જ જ્યુસ ઉમેરી લો. હવે પાંચ-દસ સેકન્ડ માટે જ just બીટર ફેરવી લેવું. હવે મિશ્રણ ની અંદર ચપટી ઓરેન્જ કલર નાખી બરાબર હલાવી લેવું.
- 5
હવે ફ્રીઝર સેઇફ કન્ટેનરમાં આઇસ્ક્રીમ નું મિશ્રણ ઉમેરી એની ઉપર ટ્રાન્સપરન્ટ ફિલ્મ લગાવીને ઢાંકણ બંધ કરી લેવું. જેથી કરીને આઈસ્ક્રીમમાં બરફની કણી ઓ ના થાય.
- 6
આઇસ્ક્રીમ ને 12 થી 15 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દેવું. ઉનાળો આવી જ રહ્યો છે તો મસ્ત મજાના કોમ્બિનેશન વાળા આઇસક્રીમને જરૂરથી ટ્રાય કરજો.....
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)