વાટી દાળના ખમણ (Vati Daal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને ૭થી ૮ કલાક પલાળી રાખો
- 2
ત્યારબાદ તેમાંથી પાણી કાઢીને આદુ મરચાં નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો
- 3
ખીરું ઈડલી જેવું ઘટ્ટ રાખવું ત્યાર બાદ તેને ઢાંકીને ત્રણથી ચાર કલાક મૂકી રાખવો આથો લેવા માટે. ત્યારબાદ તેની અંદર લીંબુના ફૂલ મીઠું સોડા ખાંડ, હળદર વગેરે સામગ્રી નાખી જરૂર મુજબ પાણી ઉમેરો. ખીરું ઘટ્ટ રાખવું.બરાબર હલાવી તેમાં સોડા અથવા ઇનો નાખી ને બરોબર હલાવો. ખીરું વજન માં હલકું અને ફ્લૂપી થઈ જસે. અને એક બાજુ સ્ટીમર માં પાણી નાખી ગરમ કરવા મૂકવું
- 4
હવે ખીરાને એક પ્લેટમાં પાથરો અને ત્યારબાદ તેને ઢોકળીયામાં 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો
- 5
પંદરથી વીસ મિનિટ બાદ તેને પાણી માંથી બહાર કાઢો અને ચોરસ પીસ કરો.અને વઘારની તૈયારી કરો
- 6
એક વઘારીયા માટે લઈ તેમાં રાઈ હિંગ મીઠો લીમડો લીલા મરચા નાખી અને થોડું પાણી નાખો. આ પાણી ને પાંચ મિનિટ ઉકાળવા દો ત્યારબાદ તે ખમણની ઉપર ચારે બાજુ પર નાખો.
- 7
ખમણ ને લીલા મરચાં અને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (6)