સમોસા પટ્ટી (Samosa Patti Recipe In Gujarati)

સમોસા એવી ડીશ છે કે જેનું નામ પડતાં જ બધાના મોમાં પાણી આવી જાય પણ તેની પટ્ટી જો તૈયાર મળી જાય અથવા અગાઉ થી તૈયાર કરી ને રાખી હોય તો સમોસા સરળતાથી ઝટપટ બનાવી શકાય છે.
સમોસા પટ્ટી (Samosa Patti Recipe In Gujarati)
સમોસા એવી ડીશ છે કે જેનું નામ પડતાં જ બધાના મોમાં પાણી આવી જાય પણ તેની પટ્ટી જો તૈયાર મળી જાય અથવા અગાઉ થી તૈયાર કરી ને રાખી હોય તો સમોસા સરળતાથી ઝટપટ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઈ તેમાં તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી રોટલી ના લોટ થી કડક લોટ બાંધી લો.
- 3
ભીનું કપડું ઢાંકી ને 15 મિનિટ માટે રહેવા દો.
- 4
તૈયાર લોટ માંથી લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવી નાની નાની રોટલી વણી લો.
- 5
પછી એક રોટલી લઈ તેના પર થોડું તેલ લગાવી ઉપર સહેજ લોટ ભભરાવી સ્પ્રેડ કરી ઉપર બીજી રોટલી મુકી પ્રેસ કરી બને એટલી પાતળી લંબગોળ શેઈપ ની રોટલી વણી લો.
- 6
નોનસ્ટિક તાવી ગરમ કરી તૈયાર કરેલી રોટલી ને બંને બાજુ થી સહેજ શેકી લો. પછી તેના બંને પડ છુટા પાડી તેમાં થી સમોસા પટ્ટી કટ કરી લો.
- 7
આ રીતે તૈયાર કરેલી સમોસા પટ્ટી ને ઝીપલોક બેગ માં ભરી 8-10 દિવસ ફ્રીજ માં અને 2-3 મહિના ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
- પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
- પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
- દાણા રીંગણ નું શાક અને મકાઈ ના રોટલા (Dana Ringan Shak Makai Rotla Recipe In Gujarati)














ટિપ્પણીઓ (11)