સંભાર (Sambhar Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

સંભાર (Sambhar Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપતુવેરની દાળ
  2. ૧ નંગસરગવાની શીંગ
  3. ૧ નંગબટાકા
  4. ૨ નંગડુંગળી
  5. ૧ નંગટામેટું
  6. ૧/૨ વાટકીઆમલીનું પાણી
  7. ૨ ચમચીસાંભાર મસાલો
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પાણી જરૂર મુજબ બરાબર
  12. વઘાર કરવા માટે
  13. ૩ ચમચીતેલ
  14. ૧/૨ ચમચીરાઈ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. ૧/૨ ચમચીઅડદની દાળ
  17. ૧૦ નંગ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સરગવાની શીંગ ના ટુકડા કરી લો અને બટાકાના મોટા ટુકડા કરી બંનેને બાફી લો

  2. 2

    આંબલી ને 1/2 કલાક પાણીમાં પલાળી તેનો પલ્પ કાઢી તેને ગાળીને તૈયાર રાખો

  3. 3

    ટામેટા, ડુંગળી ને અલગ-અલગ સમારી રાખો. તુવેરની દાળ બાફી રાખો.

  4. 4

    એક કઢાઇમાં વઘાર માટેની બધી સામગ્રી લઇ સંભાર માટે વઘાર કરો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી સાંતળો.

  5. 5

    તેમાશબાફેલી સરગવાની શીંગ, બાફેલા બટાકા અને ટામેટા ઉમેરી ચડવા દો. બધુ બરાબર ચડી જાય એટલે સાંભાર મસાલો, લાલ મરચું અને હળદર મિક્સ કરી વઘાર તૈયાર કરો.

  6. 6
  7. 7

    આ વઘારને ક્રશ કરેલી તુવેર ની દાળમાં મિક્સ કરી લો. તેને ઉકળવા દો. તેમાં આમલીનું પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી સંભાર થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.

  8. 8

    સંભાળ તૈયાર છે તેને ઈડલી સાથે સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes