ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો.હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ નાખી જીરું નાખો.
- 2
જીરું લાલ થઇ જાય પછી તેમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, મીઠા લીમડાનાં પાન અને ખમણેલું આદુ નાખી છાશ વઘારો.
- 3
છાશ ઉકળે પછી તેમાં શીંગદાણા નો ભૂકો નાખી મીઠું, ખાંડ, મરચું અને મરી પાઉડર ઉમેરો.
- 4
થોડું ઉકળે પછી તેમાં બાફેલા બટાકા સ્મેશ કરી ને ઉમેરો ્્્્્
- 5
સરખું ઉકળે એટલે બાઉલમા લઇ ઉપર ઝીણા સમારેલા લીલાં ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.આ કઢી સાબુદાણા ની ખીચડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14834327










ટિપ્પણીઓ