લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)

#AM2
આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બન્ને દાળ અને ચોખા ને લઇ ધોઈ,20 મિનિટ પલાળશું. અને ત્યાર બાદ તેમાં પાણી, હળદર, મીઠું, તેલ 1 ચમચી નાખી 3 સીટી વગાડી બાફી લેશું.પાલક ને બ્લાન્ચ કરી પેસ્ટ બનાવી લેશું.
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ તેમાં જીરું, મીઠાં લીમડા ના પાન નાખી તતડે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ, જીણા કાપેલા ડુંગળી ટામેટાં, હળદરઃ, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી સાંતળી તેમાં પાલક ની પ્યુરી નાખી થોડી વાર હલાવસું. પછી તેમાં બાફેલી ખીચડી ઉમેરી બધું મિક્સ કરી લેશું.થોડી વધુ નરમ ખીચડી ભાવતી હોય તો થોડું પાણી ઉમેરી શકાય.
- 3
હવે બીજો વગાર રેડી કરશું. તેના માટે એક પાન માં ઘી અને તેલ લઇ તેમાં બારીક સમારેલું લસણ નાખી થોડું brown થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળશું. પછી તેમાં સૂકું લાલ મરચું, જીરું, હિંગ નાખી તતડે એટલે ખિચડી પર આ વઘાર રેડશું. અને ગરમાગરમ સર્વ કરશું.
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)