વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai
શેર કરો

ઘટકો

  1. ફ્રેન્કી ની રોટલી માટે:
  2. ૧ કપમેંદા નો લોટ
  3. ૧ કપઘઉંનો લોટ
  4. ૧ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. પાણી જરૂર પ્રમાણે
  7. ફ્રેન્કી મસાલા :
  8. ૧ ટી.સ્પૂનચાટ મસાલો
  9. ૧/૨ ટીસ્પૂનમરચું
  10. ૧/૪ ટીસ્પૂનધાણાજીરૂ
  11. ૧/૪ ટી સ્પૂનજીરુ પાઉડર
  12. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  13. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  14. ફ્રેન્કી ના સ્ટફિંગ માટે:
  15. ૩-૪ બાફેલા બટાકા
  16. ૧/૨ગાજર
  17. ૧/૨કેપ્સિમ
  18. ૧ ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  19. ૧ ટી સ્પૂનવાટેલાં મરચાં
  20. ૧/૨ ટી સ્પૂનહળદર
  21. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  22. ૧ ટીસ્પૂનસેઝવાન સોસ
  23. ૨ ટી સ્પૂનતેલ
  24. મીઠુ સ્વાદ અનુસાર
  25. સર્વ કરવા માટે:
  26. સેઝવાન સોસ
  27. ૧/૨ કપઝીણી સમારેલી કોબીજ
  28. ૧/૨ કપઝીણા સમારેલા ગાજર
  29. ૧/૨ કપઝીણા સમારેલા ડુંગળી
  30. ૧/૨ કપઉભા કે ઝીણા સમારેલા કેપ્સીકમ
  31. ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મેંદો અને ઘઉંનો લોટ લઇ એમાં તેલ અને મીઠું નાખી લોટ બાંધી 10 15 મિનિટ રેસ્ટ આપી ફ્રેન્કી માટે કાચી-પાકી રોટલી તૈયાર કરવી.

  2. 2

    એ પછી બટાકા બાફી લેવા પછી પછી એક તાવડીમાં તેલ મૂકી આદુ લસણની પેસ્ટ સાંતળી લો પછી એમાં ડુંગળી ઉમેરી બરાબર થવા દો પછી એમાં મીઠું અને બધા મસાલા કરવા અને છેલ્લા બટાકા માવો ઉમેરી તૈયાર કરો.

  3. 3

    એ પછી ફ્રેન્કી મસાલો બનાવવા માટે એક વાટકીમાં ચાટ મસાલો, મરચું, જીરુ પાઉડર, ધાણાજીરૂ, મરી પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  4. 4

    ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરવી બનાવેલી રોટલી લેવી એની ઉપર સેઝવાન સોસ લગાવો પછી એમાં બટાકાનો માવો રોલ કરીને મોકલો પછી એની ઉપર બધા સમારેલું સલાડ એક પછી એક મૂકો.

  5. 5

    અને છેલ્લા એની છેલ્લા ખમણેલું ચીઝ ઉમેરો અને રોટલી ને બંધ કરો પછી એક નોન સ્ટીક તવી પર બટર મૂકી ફ્રેન્કી ને શેકી લો.

  6. 6

    બનેલી ફેન્સી ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes