ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)

ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે.
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને રવાને ભેગા કરી એમાં ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરી, બરાબર હલાવી, ત્રણ કલાક માટે રહેવા દેવું.
- 2
હવે આથેલા રવામાં છીણેલી મકાઈ, મકાઈ ના દાણા, આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું અને જરૂર મુજબનું પાણી લગભગ 1/2 કપ જેટલું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં ઈનો ઉમેરી હલાવો જેથી કે મિશ્રણ એકદમ હલકું થઇ જશે.
- 3
સ્ટીલ ની થાળી અથવા પ્લેટ પર તેલ લગાડી ઢોકળાનું મિશ્રણ એમાં રેડી દેવું. સ્ટીમરમાં ઢોકળા ને ૨૦થી ૩૦ મિનિટ સુધી બાફી લેવા.
- 4
વઘાર માટે એક નાના વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ નાખી ગેસ બંધ કરી દેવો. ઢોકળાને ઈચ્છા મુજબના આકારમાં કાપી લેવા. હવે તૈયાર કરેલો વઘાર ઢોકળાં ઉપર એક સરખી રીતે રેડી દેવો. લીલા ધાણા છાંટવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)