રોટી પાપડી ચાટ (Roti Papdi Chaat Recipe In Gujarati)

Hadani Shriya @shriyu_6195
રોટી પાપડી ચાટ (Roti Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલી રોટલી ને કાપીને ટુકડા કરી તેલમાં ગોલ્ડન કલર ના તળી લેવા.
- 2
હવે એક ડિશ માં ટામેટા અને ડુંગળી ઝીણી સમારી લો.
- 3
ત્યારબાદ તળેલી રોટલીના ટુકડા નો હાથેથી ભૂકો કરી લેવો. ત્યારબાદ તેમાં સમારીને તૈયાર કરેલ ટામેટાં, બટાકા, ડુંગળી તથા લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, મીઠું, સંચળ, તથા શેકેલું જીરૂ પાઉડર તથા લીંબુનો રસ નાખવો.
- 4
ત્યારબાદ તેમાં કોથમીર અને ચાટ મસાલો નાખી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઉપરથી ઝીણી સેવ નાખી ફરી મિક્સ કરવું. એક સર્વિંગ બાઉલમાં આ મિશ્રણ નાખી ઉપર ઝીણી સેવ, કોથમીર તથા ચાટ મસાલો છાંટી સર્વ કરો. તો તૈયાર છે સાંજના નાસ્તા માટે ચટપટી રોટી પાપડ ચાટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947719






ટિપ્પણીઓ