ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી તેને હળદર, મીઠું દઇ ખાટા પાણી ની અંદર એક દિવસ પલાળો
- 2
ત્યારબાદ બીજા દિવસે કેરી ને પાણી માંથી લઇ એક કપડાં ઉપર કોરી કરવા મૂકો.
- 3
ત્યાર ગાજર અને ખારેક ને કેરી ના પાણી ની અંદર પલાળો. અને થોડો સમય તેમાં રેહવા દો.
- 4
કેરી સુકાઈ જઈ ત્યારબાદ તેમાં ગોળ કેરી નો મસાલો મિક્સ કરો. અને અંદર મરી ઉમેરો.
- 5
ત્યારબાદ તેમાં પલાળેલા ગાજર અને ખારેક ને પણ મિક્સ કરો. અને ત્યારબાદ તેમાં ગોળ ને ઝીણો સુધારીને આ મિશ્રણ ની અંદર ઉમેરો.
- 6
બધું બરાબર એક રસ કરી તેને ૨૪ કલાક રહેવા દો. અને ત્યાર તેને બરણી માં ભરો. આ રીતે ગોળ કેરી નું અથાણું તૈયાર થાય જશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15037367




ટિપ્પણીઓ (2)