બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

આ રેસિપી બનાવવા થી ફાયદો એ છે કે તમારે બટેકાવડા ને ફુલ તેલ માં તળવા નથી પડતા અને એકદમ થોડી મિનિટ માંજ બની જશે.

બેકડ વડાપાવ (Baked Vadapaav Recipe In Gujarati)

આ રેસિપી બનાવવા થી ફાયદો એ છે કે તમારે બટેકાવડા ને ફુલ તેલ માં તળવા નથી પડતા અને એકદમ થોડી મિનિટ માંજ બની જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 3- બાફેલા બટેકા
  2. 1- જીણી સમારેલી ડુંગળી
  3. 2- લીલા મરચા
  4. 1- ઇંચ આદુ નો ટુકડો
  5. 1- લીંબુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. કોથમીર
  8. ગરમ મસાલો
  9. આખા ધાણા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા વડા નો મસાલો બનાવા માટે બાફેલા બટેકા માં જીણી સમારેલી ડુંગળી, મરચા, આદુ, લીંબુ, ગરમ મસાલો, ધાણા જીરું, લીંબુ મિક્ષ કરી બટેકા નું stafing બનાવી લઇ એક બાજુ મુકી દેવું.

  2. 2

    ત્યારબાદ મેંદા ના લોટ ની રોટલી બનાવી લેવી, તેમાં છરી ની મદદ થી 1/4 ભાગ માં કાપો પાડી રોટલી પર વડાપાંઉં નો સૂકો મસાલો લગાવી દો, પછી બટેકાવડા ના નાના ગોળ રોલ બનાવી રોટલી માં કટિંગ કરેલ છે તેની બાજુ માં મુકી રોલ ને રોટલી સાથે ગોળ ફેરવતા જાવ.

  3. 3

    બધા રોલ ને આવી રીતે રોટલી માં ફોલ્ડ કરી બેકિંગ-ટ્રે પર ગોળ ફરતા મુકી દેવા 2 રોલ વચ્ચે થોડી જગ્યા રાખવી (baked થવાંથી રોલ ફુલશે માટે) બધા રોલ સારી રીતે ગોઠવી તેના પર દુધ ને બ્રશ થી લગાવી દઇ તેના પર વડાપાંઉં નો સૂકો મસાલો લગાવી દો.

  4. 4

    બેકિંગ-ટ્રે પર મુકેલા રોલ ને ઓવન માં 230*C પર 30 મિનિટ માટે baked કરી દેવા.

  5. 5

    Baked થઈ જાય એટલે તેના પર બ્રશ થી બટર લગાવી દેવું જેથી વડાપાંઉં એકદમ સોફ્ટ બનશે અને મોજ કરો 🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes