પરવળ સબ્જી (Parval Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવા માટે પહેલા તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થઇ એટલે એમાં જીરું નાખો
- 2
હવે એમાં ટામેટા, ડુંગળી, લીલું મરચું, આદુ, તમાલપત્ર, લવિંગ, લાલ સૂકા મરચાં, કાજુ ને લસણ નાખી દ્યો. હવે એમાં મીઠું, હળદર ને પાણી નાખી ને ચડવા દેવાનું. પછી ઠંડુ થઇ એટલે એને ગ્રાઇન્ડ કરી દેવાનું. તો રેડી છે ગ્રેવી.
- 3
સ્ટફિંગ બનાવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ એટલે કોબીજ, ગાજર ને પાણી નાખી દેવાનું.
- 4
હવે એને ચડવા દેવાનું પછી એમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર ને ગરમ મસાલો નાખી ને મિક્સ કરવાનું પછી 2 min ધીમા ગેસ પર રેવા દેવાનું. પછી સ્ટફિંગ રેડી છે.
- 5
હવે પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થઇ એટલે એમાં પરવળ ને બાફવા માટે નાખી દેવાના ને સાથે થોડું મીઠું પણ નાખી દેવાનું.પરવળ માં ખાલી વચ્ચે થી કટ કરવાના ને એમાં થી બી કાઢી લેવાના ને એમાં સ્ટફિંગ ભરવાનું. બફાઈ જાય એટલે એમાં સ્ટુફીન્ગ ભરી દેવાનું.
- 6
હવે પાછું તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે એમાં ગ્રેવી નાખી દેવાની. પછી એમાં ધાણાજીરું ને લાલ મરચું પાઉડર નાખી દેવાનું જરૂર પડે તો મીઠું નાખવાનું ને 1/2 કપ પાણી નાખી ને થવા દેવાનું
- 7
હવે ગ્રેવી થઇ ગઈ છે એટલે એમાં સ્ટફ પરવળ નાખી ને 2-3 min માટે ઢાકીને ને થવા દેવાનું. તો રેડી છે પરવળ ની સબ્જી
Keywords
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

















ટિપ્પણીઓ