ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. ૧ કપમેંદો
  3. 1 ચમચીઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  4. ૨ ચમચીખાંડ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. પીઝા સોસ જરૂર પ્રમાણે
  7. ટોપિંગ માટે મિક્સ વેજ જેમકે ડુંગળી ટામેટાં ૩ કલર સિમલા મિર્ચ
  8. ચીઝ સ્લાઈસ
  9. 200 ગ્રામમોઝરેલા ચીઝ
  10. ઓરેગનો
  11. ચીલી ફ્લેક્સ જરૂર પ્રમાણે
  12. બટર અથવા તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં 1/2 કપ હુંફાળું ગરમ પાણી લઈ તેમાં એક ચમચી અને બે ચમચી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો.

  2. 2

    દસ મિનિટ પછી ઈસ્ટ વાળા મિશ્રણમાં 2 કપ ઘઉંનો લોટ અને ૧ કપ મેંદો મિક્સ કરો તેમાં જરૂર પ્રમાણે મીઠું તથા 2 ચમચી બટર ઉમેરો હવે તેમાં જરૂર પ્રમાણે હૂંફાળું ગરમ પાણી ઉમેરી એકદમ નરમ લોટ બાંધી લો અને તેને દસ મિનિટ સુધી મસળો.

  3. 3

    હવે આ લોટને બાઉલમાં લઈ ઉપર તેલ લગાવી થાકીને બે કલાક માટે હુંફાળી જગ્યા પર રાખી દો.

  4. 4

    બે કલાક પછી લોટને ફરી વખત કોરો મેંદો dust કરી મસળી લો. હવે તેમાંથી ૨:૧ ભાગ કરી જે ૧ ભાગ છે તેમાંથી બે સરખા ભાગ કરી બે મિડીયમ સાઈઝ ના બેઝ બનાવી તેને નોનસ્ટીક પેન પર બંને બાજુ શેકી લેવા.

  5. 5

    બાકી વધેલા લોટમાંથી બે ભાગ કરી તેમાંથી એક ભાગને ઓવનની બેકિંગ ટ્રેમાં લઈ હાથી ફેલાવી ટ્રેનની સાઈઝનો બનાવી લો હવે તેના પર ત્રણ ચીઝ સ્લાઈસ ગોઠવી ઉપરથી નોનસ્ટિક પર બનાવેલો એક બેઝ મૂકી નીચેના પેજને ઉપરના બેઝ પર સીલ કરી દો.

  6. 6

    હવે આ બેઝ પર પીઝા સોસ લગાવી મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરો અને તેની ઉપર મિક્સ વેજીટેબલ જે રેડી કરેલા છે તે નું ટોપિંગ કરો ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરો.

  7. 7

    ૨૦૦ ડિગ્રી પર પ્રિ હિટ કરેલા ઓવનમાં પીઝા ને 25 મિનિટ માટે બેક કરો અને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes