વોલનટસ સ્ટફ્ ખાંડવી (Walnut stuffed Khandvi Recipe In Gujarati)

#walnuttwists
ખાંડવી ને મેં એક અલગ જ પ્રકારે સર્વ કરી છે તેમાં એક સ્ટફિંગ બનાવી ને તેનો એક અલગ અને સરસ મજાનો ટેસ્ટ આપ્યો છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે.
વોલનટસ સ્ટફ્ ખાંડવી (Walnut stuffed Khandvi Recipe In Gujarati)
#walnuttwists
ખાંડવી ને મેં એક અલગ જ પ્રકારે સર્વ કરી છે તેમાં એક સ્ટફિંગ બનાવી ને તેનો એક અલગ અને સરસ મજાનો ટેસ્ટ આપ્યો છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટીક પેન માં અખરોટ ને ડ્રાય રોસ્ટ કરીલો (જેથી તેની અંદર નુ બધું મોઈશ્ચર જતું રે) ત્યાર બાદ એનો ભૂખો કરો દો. ત્યાર બાદ તેજ જ નોન સ્ટીક પેન માં તેલ લો તે ગરમ થાય એટલે તેમાં બટાકા ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં પનીર અને અખરોટ નો ભૂખો ઉમેરો અને મિક્સ કરો તયાદ બાદ તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠુ અને મરી પાઉડર ઉમેરી ને મિક્સ કરો.ત્યાર બાદ તેમાં મલાઈ ઉમેરી ને તેને મિક્સ કરો અને 1 મિનિટ ઢાંકીને થવા દો. (મલાઈ ના બદલે ફ્રેશ ક્રીમ પણ લઇ શકાય)
- 2
ત્યાર બાદ એક બાઉલ માં બેસન, છાશ,હળદર, મીઠુ અને લીલા મરચા ઉમેરી ને ગ્લાઇન્ડ કરીદો. ત્યાર બાદ એક વાટકા માં આ મિશ્રણ ઉમેરી ને તેને સતત હલાવો જેથી તે ચોંટી ના જાય અને તેમાં ગાંઠો ના પડે મિશ્રણ ને એક દમ ઘટ્ટ થવા દો
- 3
ત્યાર બાદ ડીશ પર તેલ લગાવો અને મિશ્રણ ને તેના પર કાઢી ને ફટાફટ પાથરી દો. (આ પ્રોસેસ જલ્દી કરવી પડશે જો એવું નઈ કરીયે તો ખાંડવી જાડી થશે પાતળી નઈ થાય). ત્યાર બાદ તેના પર કાપા પાડી ને તેના પર મિશ્રણ પાથરો અને તેના રોલ વાળી દો.
- 4
ત્યાર બાદ એક વઘારીયા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો તે ફૂટી જાય એટલે તેમાં લીલા મરચા અને તલ ઉમેરી ને વધારે ને ખાંડવી પર રેદો.
- 5
અને તેના પર લીલા ધાણા ઉમેરી ને ગાર્નિશ કરો. અને તેને ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)












ટિપ્પણીઓ