છુંદો (Chhundo Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#week3
છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે.

છુંદો (Chhundo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB
#week3
છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 દિવસ
4 સર્વિંગ્સ
  1. 1 કિલોરાજાપુરી કાચી કેરી
  2. 1.25 કિલોસાકર (અંદાજે)
  3. 2 ચમચા હળદર
  4. 1મુઠી મીઠુ
  5. અન્ય મસાલા
  6. 50ગ્રામ કાશ્મીરી મરચુ (અથવા જરૂર મુજબ)
  7. 1 ચમચીjeeru
  8. 10-12ઈલાયચી
  9. 10-12નાના ટુકડા તજ
  10. 8એક લવિંગ

રાંધવાની સૂચનાઓ

5 દિવસ
  1. 1

    કેરી ને ધોઈ ને કોરી કરી તેનું છીણ તિયાર કરો.

  2. 2

    છીણ ને એક મોટા ટોપ મા લો. હવે તેમાં મીઠુ અને હળદરનાખી 12એક ક્લાક રેવાદો.

  3. 3

    12 કલાક પછી તેમાં પાણી છૂટી ગયું હશે, તેને થોડું દબાવી ને અલગ કરો. બોવ નિચોડવાનું નથી આ ખાસ ધ્યાન રાખવુ.

  4. 4

    હવે જેટલું છીણ થાય છે તેને એક બોલ મા માપી લેવું. 1 બોલ મા 3બોલ સાકર (ખાંડ) લેવી. ખાંડ ને દળેલી હોઈ તૉ બેસ્ટ.

  5. 5

    સાકાર ને છીણ મા ભેળવી ને રેવાદો. બધી ખાંડ પીગળી જાય ત્યાં સુધી ઘર મા જ રાખવુ ને હલાવતા રેવું. લગભગ એક રાત જાય ત્યાં સુધી મા પીગળી જાય છે.

  6. 6

    હવે મોટા ટોપ મા ઉપર કપડું બાંધી ને ફુલ તડકો મળે એવી જગ્યા એ રાખવું.
    અગર બીજા, ત્રીજા દિવસે લાગે કે ચાસણી થઇ નથી પણ રસો જાડો થઇ ગયો છે તૉ જરાં પાણી ના છતાં પણ ઉમેરીને શકાય.

  7. 7

    આ છુન્દો 5એક દિવસ મા તિયાર થઇ જાય છે... તૉ પણ તમારે ત્યાં તડકો કેવો મળે છે તેના પર એકાદ દિવસ વધુ કે ઓછી નકકી કરવું.

  8. 8

    એક તાર થવા આવે એટલે સમજવુ કે છુન્દો રેડી છે.
    હવે તેમાં પસંદ ઉજબ મરચુ, ખડા માસાલા ઉમેરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes