બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#walnuttwists બકલાવા એ એક અરબી મીઠાઈ છે. જેમાં ડ્રાયફ્રૂટ અને ખાંડની ચાસણી નો ઉપયોગ કરી મેંદાના પતલા લેયર માંથી બનાવવામાં આવે છે... મેં તેમાં ડ્રાયફ્રુટ માં અખરોટ લીધેલ છે અને તેની સાથે ચોકલેટ ટેસ્ટ આપી બકવાલા વોલનટ સિગાર બનાવેલ છે

બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)

#walnuttwists બકલાવા એ એક અરબી મીઠાઈ છે. જેમાં ડ્રાયફ્રૂટ અને ખાંડની ચાસણી નો ઉપયોગ કરી મેંદાના પતલા લેયર માંથી બનાવવામાં આવે છે... મેં તેમાં ડ્રાયફ્રુટ માં અખરોટ લીધેલ છે અને તેની સાથે ચોકલેટ ટેસ્ટ આપી બકવાલા વોલનટ સિગાર બનાવેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
2 લોકો માટે
  1. 1-1/2 કપમેંદો
  2. 1/4 કપઘી
  3. 1/2 કપદૂધ
  4. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. 1 નંગલીંબુ
  6. 3 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર અને 1 ટેબલ સ્પૂન મેંદો મિક્સ ડસ્ટ કરવા
  7. ચપટીમીઠું
  8. ચાસણી બનાવવા માટેની સામગ્રી
  9. 1/2 કપખાંડ
  10. 1/4 કપપાણી
  11. ફિલિંગ માટે ની સામગ્રી
  12. 1 કપકેલિફોર્નિયા વૉલનટ્સ
  13. 1/2 કપચોકલેટ
  14. 1/2 કપબટર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ, મીઠું અને બેકિંગ પાઉડર લઈ તેમાં વચ્ચે ખાડો કરી તેલ નાખી મિક્સ કરો હવે તેમાં લીંબુ નાખી મિક્સ કરો અને દૂધ ઉમેરી રોટલી કરતાં સહેજ ઢીલો લોટ બાંધી લો. તેને ઢાંકીને 30 મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    એક બાઉલમાં કોર્ન ફ્લોર અને મેંદો મિક્સ કરી લો. ગોળા વાળી લો. તેમાં થી 3 ગોળા લઇ રોટલી વણી લો. હવે ત્રણેય રોટલી ની વચ્ચે કોર્ન ફ્લોર અને મેંદો જે મિક્સ કરીને રાખેલો એ ડસ્ટ કરી તેને ફરી થી બને એટલી પાતળી વણી લો. પછી તેમાંથી ત્રણેય શીટ ને કેરફુલી અલગ કરી ફરી થી સહેજ લોટ ડસ્ટ કરી લો. તૈયાર છે ફીલો સીટ....

  3. 3

    ફીલો શીટ ચોરસ કટ કરી લો. ફીલો શીટ બટર લગાવી લો તેના પર ચોકલેટ ચિપ્સ અને અધકચરા વાટેલા કેલિફોર્નિયા વૉલનટ્સ ભભરાવી દો. રોલ વાળી લો. આવી રીતે બધા રોલ બનાવી લો. ઉપર બટર લગાવી પ્રીહીટેડ ઓવન માં 200° ડીગ્રી પર 30-40 મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.

  4. 4

    એક સોસ પેનમાં ખાંડ અને પાણી લઈ તેમાં ખાંડ ઓગળે અને સહેજ બબલ થાય એટલે ગેસ બંધ કરી ચાસણી ને સહેજ ઠંડી કરી લો.તૈયાર બકલાવા ને હુંફાળી ચાસણી થી કોટ કરી લો. કેલિફોર્નિયા વૉલનટ્સ ની કતરણ થી સજાવી સર્વ કરો. (અંદર કેલિફોર્નિયા અખરોટ અને ચોકલેટ ની મીઠાશ હોવાથી ચાસણી ઓછી જોશે)

  5. 5

    તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી સ્વીટ. બકલાવા વોલનટ સિગાર......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes