મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક્ પેન માં પાણી લઈ એમાં મેગી નાખવી પછી મેગી બનાવી લેવી ત્યારબાદ બ્રેડ ની કિનારી કાઢી થોડી વણી લેવી ત્યારબાદ એક પેનમાં બટર નહીં તેમાં મેંદો નાખી સેકવો ત્યારબાદ તેમાં દૂધ નાખી ખાંડ મીઠું મરી પાઉડર ચીઝ નાખી વ્હાઈટ સોસ તૈયાર કરવો
- 2
ત્યારબાદ ફરી એક પેનમાં બટર લઈ તેમાં ગાજર વટાણા કેપ્સીકમ અને કાંદા નાખી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી નાખી સોટે કરવા ત્યારબાદ એક કાચનો.બોલ લેવો
- 3
પછી તેમાં પહેલા નીચે બ્રેડની સ્લાઈસ મૂકવી તેની ઉપર સોસ લગાવો તેની ઉપર મેગી મૂકવી તેની ઉપર વ્હાઇટ સોસ નાખવો ફરીથી બ્રેડની સ્લાઈસ લગાવી તેની ઉપર વેજીટેબલ મુકવા તેની ઉપર વ્હાઇટ સોસ નાખવો ત્યારબાદ ફરીથી બ્રેડ સોસ મેગી ને વેજીટેબલ નાખી ઉપરથી વ્હાઈટ સોસ નાખી મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને નાખી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિકલ કરવા પછી ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર પાંચથી સાત મિનિટ બેક કરવા તો રેડી છે આપણા મેગી લઝાનીયા
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ