દહીંવડા (Dahivada Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૧ કપઅડદ દાળ
  2. ૧/૨ કપપીળી મગ દાળ
  3. ૩-૪ લીલા મરચા
  4. ચપટીહિંગ
  5. ૧ કિલોદહીં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. ૫-૬ ટી સ્પૂન ખાંડ
  9. ૧ ટી સ્પૂનશેકેલું જીરું
  10. ૧/૪ કપગળી ચટણી
  11. થોડી કોથમીર સમારેલી
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને દાળ ને બે થી ત્રણ વાર થઈ ને તેને ૨-૩ કલાક માટે પલાળી દો.દાળ પલળી જાય એટલે તેને એક મિક્સર જાર મા નાખી લો.તેમાં લીલા મરચાં અને હિંગ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.હવે બનાવેલા ખીરા મા મીઠું નાખી ને બેટર ને એક જ બાજુ હલાવી ને ફીણી લો.આમ કરવાથી વડા એકદમ સોફ્ટ થશે.હવે ગરમ થયેલા તેલ મા બનાવેલા બેટર માંથી મિદીયમ સાઇઝ ના વડા પાડી લો.તેને ગુલાબી રંગ ના તળી લો.

  3. 3

    બનાવેલા વડા ને એક કલાક માટે પાણી મા પલાળી રાખો.ત્યાર બાદ તેને દબાવીને પાણી નિતારી લો.

  4. 4

    હવે દહીં મા જરૂર મુજબ ખાંડ અને મીઠું નાખીને વલોવી લો.

  5. 5

    હવે એક પ્લેટ મા ચારથી પાંચ વડા ગોઠવો. ત્યારબાદ તેના પર વલોવેલું દહીં રેડો. હવે તેના પર મીઠી ચટણી,લાલ મરચું,શેકેલું જીરું અને કોથમીર ભભરાવો. હવે બનાવેલા દહીવડા સર્વ કરવા માટે તૈયાર છે.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes