વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. 1/2 લીટર ફૂલ ફેટ વાળુ દૂધ
  2. 1 વાટકીબટર
  3. 2 કપવ્હાઈટ ચોકલેટ
  4. 1 ચપટીબેકિંગ સોડા
  5. 3 ચમચીખાંડ
  6. 2 ચમચીપિસ્તા ની કતરી
  7. 2 ચમચીડ્રાય રોઝ પેટલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા એક પેન માં 1/2 લીટર દૂધ લેવું.

  2. 2

    ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ને સતત હલાવતા રહેવું.

  3. 3

    સતત હલાવતા રહેવા થી નીચે ચોટસે નઈ...હવે આ દૂધ એક જાડું થાય ત્યાં સુધી હલાવવું.

  4. 4

    હવે તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખી દેવો અને ખૂબ હલાવવું.

  5. 5

    આ મિશ્રણ કન્ડેન્સ્ડ મિલ્ક તરીકે ઓળખાય છે...

  6. 6

    ત્યાર બાદ આ મિશ્રણ ને એક બાઉલ મા કાઢી લેવું..

  7. 7

    હવે તેને ડબલ બોઈલર માં રાખી ને તેની અંદર વ્હાઈટ ચોકલેટ નહિ દેવી.. અને હલાવી ને મિક્સ કરતા જવું.. આ પ્રક્રિયા માં વાર લાગે છે. તેથી ધીરજ થી કરવું.

  8. 8
  9. 9

    ચોકલેટ જ્યારે સાવ પીગળી જાય ત્યાર બાદ તેમાં 1 વાટકી બટર નાખી ને એકદમ લીસું મિશ્રણ બનાવવું.

  10. 10

    હવે આ મિશ્રણ એક ઊંડા ચોરસ બાઉલ માં અથવા તો ચોરસ ઊંડી ડીશ મા બટર પેપર પાથરી ને તેની ઉપર નાખી દેવું. અને ચારે બાજુ થી સેટ કરી લેવું.

  11. 11

    હવે આ મિશ્રણ ઉપર પિસ્તા ની કતરી અને ડ્રાય રોઝ પેટલ નાખી ને ડેકોરેટ કરવું.

  12. 12

    ત્યાર બાદ આ બાઉલ ને ફ્રીઝ મા સેટ થવા મૂકી દેવું...

  13. 13

    1 2 કલાક પછી આ બાઉલ ને ફ્રીઝ માંથી કાઢી ને તેના એકસરખા ચોરસ કટકા કરી લેવા.. અને તેને ગુલાબ ની પાંખડી થી સજાવી ને આ સ્વીટ નો આનંદ માણવો. 🤗🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes