શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

#EB
Week11
ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું....
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB
Week11
ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ટામેટા અને ડુંગળીને મોટી સાઈઝના કાપી લેવા. તેલ ગરમ થઇ જાય એટલે સૌપ્રથમ તો બધા આખા મસાલા જે છે તે નાખવાના ત્યાર પછી ડુંગળી નાખવાની અને સાતળવા ડુંગળી વધારે લાલ કરવાની નથી થોડો કલર બદલાય એટલે અંદર આદુ-લસણની પેસ્ટ નાખી દેવાની છે. ડુંગળી અને લસણ સંતળાઈ જાય એટલે અંદર કાજુના ટુકડા નાખી દેવાના છે અને એને પણ સાંતળી લેવાના.
- 2
ડુંગળી સંતળાઈ એટલી વારમાં એક બાઉલમાં દહીં લઈને તેની અંદર બધા મસાલા એડ કરીને બરાબર મિક્સ કરી લેવાની છે દહીં એડ કરવાથી જેટલું ક્રીમ ઓછું યુઝ થશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. મિક્સ કરીને પછી જે ડુંગળી સંતળાઈ ગઈ છે તેની અંદર પહેલા ટામેટાં એડ કરો અને તે થોડા ચડી જાય એટલે ત્યાર પછી તૈયાર કરેલ દહીંનું મિશ્રણ અંદર એડ કરવાનું છે અને એને પાંચથી સાત મિનિટ ચડવા દેવા નું છે.
- 3
ડુંગળી અને ટામેટાં બરાબર સંતળાઈ ગયા છે તેની અંદર બ્લેન્ડર ફેરવીને એની સ્મૂધ પેસ્ટ બનાવી લો તમે મિક્સરમાં પણ કરી શકો છો પેસ્ટ થઈ જાય એટલે એને એક ચારણી ની મદદથી ચાળી લેવાની. ફરીથી એક પેન લઇ તેની અંદર થોડું તેલ અને થોડું બટર ઉમેરો પછી એ ગરમ થાય એટલે તરત જ તેની અંદર એક ચમચી ખાંડ ઉમેરી દો અને ખાંડને થોડી કલર ચેન્જ થવા દો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ખાણ થઈ જાય એટલે તેની અંદર કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને તરત જ પેસ્ટ અંદર નાખી દેવાની છે અને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાની છે
- 4
લાસ્ટ માં ક્રીમ ઉમેરવાનું છે અને છેલ્લે મીઠું અને કસુરી મેથી એડ કરીને બરાબર હલાવી લો અને એક બે મિનિટ થયા પછી પનીર નાખી દો અને થોડીવાર રહીને ગરમા ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ