પલ્યો

#RC2
આ રેસિપી મૂળ ઉત્તરાખંડની ઓથેન્ટિક રેસીપી છે ગામડામાં છાશનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે અહીં માખણમાંથી નીકળેલી છાશને ચોખાનો લોટ કે ચોખા ને બે ત્રણ કલાક પલાળી અને પીસીને તેમાં મસાલા કરીને તેને રાઈસ કે રોટી સાથે પીરસવામાં આવે છે એને સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય છે જે ઝટપટ બની જાય છે આ હેલ્ધી અને ટેસ્ટી ફટાફટ બની જાય તેવી રેસીપી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા ચોખા/કણકી માંથી પાણી કાઢી ને મિક્સરમાં પીસી લેવું અને તૈયાર થયેલ ખીરાને છાશમાં બરોબર હલાવી અને મિક્સ કરી લેવું સામગ્રીમાં બતાવ્યા પ્રમાણે ની બધી સામગ્રી એક પ્લેટમાં રેડી કરી દેવી
- 2
હવે એક વાસણા માં તેલ મૂકી તેમાં આદુ અને લસણને ઝીણું ક્રશ કરીને સાંતળી લેવું ત્યારબાદ તેમાં ડુંગળી ટ્રાન્સફર થાય ત્યાં સુધી સાંતળી લેવી હવે ચાસમાં મિક્સ કરેલું ખીરૂં રાસડા માં રેડી સતત હલાવતા રહેવું જેથી તેના ફોદા ફોદા થઈ ન જાય ધીમા તાપે સતત હલાવતા રહેવું જરૂર લાગે તો થોડું નવશેકુ પાણી પણ ઉમેરો
- 3
હવે તેના જરૂર મુજબ મીઠું ઉમેરી દેવું અહીં મેં ફક્ત સાદો પળ્યો બનાવ્યો છે જો તમે ઇચ્છો તો તેમાં ગાજર, ફ્લાવર, ફણસી જેવા વેજિટેબલ્સ પણ ઉમેરી શકો છો આને તમે બ્રેકફાસ્ટમાં,લંચમાં કે ડિનરમાં ગમે તે રીતે યુઝ કરી શકો છો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)