હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#RC4 #week4 #Green. આમ તો બીરિયાની ઘણી રીતે બનતી હોય છે મેં આજે આ હૈદરાબાદિ ગ્રીન બીરિયાની ખૂબ સરળ રીતે બનાવી છે. ટેસ્ટી પણ ખૂબ છે. એક વાર જરૂર ટ્રાય કરજો 🙏

હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)

#RC4 #week4 #Green. આમ તો બીરિયાની ઘણી રીતે બનતી હોય છે મેં આજે આ હૈદરાબાદિ ગ્રીન બીરિયાની ખૂબ સરળ રીતે બનાવી છે. ટેસ્ટી પણ ખૂબ છે. એક વાર જરૂર ટ્રાય કરજો 🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામબીરિયાની રાઈસ
  2. 10-12કાજુ
  3. 250 ગ્રામપાલક
  4. 20-25ફૂદીનાના પાન
  5. 1 વાડકીલીલાં ધાણા
  6. 1ગાજર
  7. 1કેપ્સીકમ
  8. 2ડુંગળી મોટી સ્લાઇસ મા સમારેલી
  9. 1ડુંગળી ઝીણી સમારેલી
  10. 200 ગ્રામફ્લાવર
  11. 3લીલાં મરચાં ઝીણા સમારેલા
  12. 1લીંબુ નો રસ
  13. 100 ગ્રામપનીર
  14. 4 મોટા ચમચાતેલ
  15. 1/2 વાડકીમોરુંદહીં
  16. 2 ચમચીઘી
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1 ચમચીલીલાં આદુ મરચાની પેસ્ટ
  19. 2 ચમચીલસણની પેસ્ટ
  20. 1 ચમચીહળદર
  21. 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  22. 1 ચમચીલાલ મરચું
  23. 2 ચમચીબીરિયાની મસાલો
  24. 1 ચમચીજીરું
  25. 2તમાલપત્ર
  26. 2તજ
  27. 2ઈલાયચી
  28. 4લવિંગ
  29. 5મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત ને ધોયા બાદ 1/૨ કલાક પાણી મા પલાળી રાખો. ત્યાં સુધી બધાજ વેજિટેબલ સમારી લો. પાલક ને સમારી ધોયા બાદ ગરમ ઉકળતા પાણી મા ચપટી ખાંડ નાંખી 1 મિનિટ માટે બાફી લો. પછી તરત ચારણી મા નીતારી ઠંડુ પાણી રેડી દો. પછી 10 ફૂદીનાના ના પાન અને પાલક ની પેસ્ટ બનાવી દો.

  2. 2

    હવે કાંદા ની સ્લાઈસ ને ગરમ તેલ માં તળી લો. બીરસ્તો બનાવી દો. એને ઠંડા પડવા દો. હવે એક તપેલી માં 1 લીટર પાણી ઉકાડો એમાં મીઠું અને ઘી થતાં લીંબુ નો રસ ઉમેરી દો. પાણી માં ઉકડો આવે એટલે પાલાંડેલા ભાત ઉમેરી એકવાર હલાવો. થોડી વાર પછી ભાત ઉકળવા લાગશે ભાત તપાસી જુવો 90 ટકા બાફી લો. પછી ભાત ને નીતારી લો ઠંડું પાણી રેડી દેવું. એટલે ભાત ઓવર કૂક ના થાય.

  3. 3

    હવે બીરસ્તો બનાવેલો એજ કઢાઈમાં જીરૂ, તજ, લવિંગ, મરી, ઈલાયચી, અને તમાલપત્ર નો વઘાર કરી લો જીરૂ તતડી જાય એટલે ઝીણા સમારેલા કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી થવા દો પછી એમાં મરચા આદુ, લસણ, ઉમેરી સાતડી દો. બરાબર થાય એટલે એમાં બધાજ મસાલા કરી લ્યો. ધીમા તાપે સેકી લો.

  4. 4

    હવે લીલા મરચા ઝીણા સમારેલા ઉમેરો બધાજ વેજિટેબલ ઉમેરો. બટાકા અને ફ્લાવર ને થોડા બાફી ને લેવા. કાજુ ઉમેરી મિક્સ કરી લો.હવે એમાં તૈયાર કરેલી પાલક ફુદીનાની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરી 1 મિનિટ થવા દો. હવે દહીં ને ફેટી ને ઉમેરી હલાવી લ્યો.

  5. 5

    પનીર પણ નાખી દો પછી રાંધી ને રાખેલા ભાત ફૂદીનાના પાન અને ધાણા તથા બીરસ્તો ઉમેરી મિક્સ કરી 3 મિનિટ ધીમા તાપે બીરિયાની ને થવા દો. ત્યાર બાદ બીરિયાની ને ઉપર થી થોડો બીરસ્તો નાખી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes