મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને કડાઈમાં કોળી શેકી લેવી. થોડી લાલસ પડતી થવા દેવી. પછી મિક્સર જારમાં તેનો પાઉડર બનાવી લેવો.
- 2
કડાઈમાં ઘી ગરમ મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી બરાબર
સેકી લેવો. બીજી સાઈડ માં દૂધ ગરમ મૂકવું. લોટ બરાબર શેકાઈ જાય પછી તેમાં ધીરેથી ગરમ દૂધ રેડી હલાવતા રહો. દૂધ બધું બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી હલાવો. - 3
ખાંડ ઓગળી જાય અને ઘી ઉપર આવે ને કડાઈમાં શીરો ચોંટે નહીં એટલે ગેસ બંધ કરો. તેમાં ઈલાયચી પાઉડર અને બદામ પિસ્તાની કતરણ નાખી હલાવો. રેડી છે મગની દાળનો શીરો.
- 4
તેને સર્વિંગ બાઉલમાં લઈ તેના ઉપર બદામ પિસ્તાની કતરણ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15528012





ટિપ્પણીઓ (5)