સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)

#TT2
#Cookpadgujrati
#Cookpadindia
પનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે.
સોયા પનીર પસંદા (Soya Paneer Pasanda Recipe In Gujarati)
#TT2
#Cookpadgujrati
#Cookpadindia
પનીર પસંદા એ પનીર ના ટુકડા માં સ્ટફિંગ ભરી ને તેને ફ્રાય કરી બનાવવા માં આવતી પંજાબી સબ્જી છે.મે અહી રેગ્યુલર મિલ્ક પનીર ના બદલે સોયા પનીર એટલે કે ટોફુ નો ઉપયોગ કરી આ સબ્જી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયા પનીર માં થી દબાવી ને પાણી કાઢી લો હવે તેના ત્રિકોણ અથવા લંબ ચોરસ એક સરખા થોડા જાડા અને મોટા ટુકડા કરી લો.હવે એક બાઉલ માં સ્ટફિંગ માટે ની બધી સામગ્રી ભેગી કરી stuffing તૈયાર કરો.તૈયાર stuffing ને પનીર ના ટુકડા માં વચ્ચે કાપો મૂકી ભરી લો આવી રીતે બધા જ ટુકડા ઓ ભરી લો.
- 2
હવે એક વાટકી માં કોર્ન ફ્લોર લો તેમાં થોડું પાણી ઉમેરો અને સ્લારી બનાવી લો.stuffing ભરેલા ટુકડા ઓ આ કોર્ન ફ્લોર વાળી સ્લરી માં દુબોળી ને તેલ માં દરેક ટુકડા ઓ તળી લો અથવા સેલો ફ્રાય કરી લો.
- 3
Hve એક નોનસ્ટિક માં એક ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ,લસણ,અને ટામેટાં ના ટુકડા,અને કાજુ અથવા મગજ તરી ઉમેરી 1/4 કપ પાણી ઉમેરો અને ટામેટાં ગળી જાય ત્યાં સુધી પકાવો અને તેને ઠંડુ થવા રાખો ઠંડુ થાય એટલે ક્રશ કરી પેસ્ટ બનાવી લો.હવે એક kadai માં એક ચમચી તેલ મૂકી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન રંગ થાય તેવી પકાવો.એમાં બે ચમચી પાણી નાખી પકાવો.હવે તેને ઠંડુ થવા દો
અને ક્રશ કરી પેસ્ટ બનાવી લો. - 4
એક કડાઈ માં બે ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,તમાલ પત્ર,લાલ મરચું,તજ,લવિંગ મૂકો pchhi તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો અને બે મિનિટ ધીમા ગેસ પર હલાવતા રહો હવે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરી હલાવતા રહો હવે બે મિનિટ સુધી હલાવતા રહો અને બધા સુકા મસાલા ઉમેરીહલાવતા રહો. તેલ છૂટું પડે એટલે ગ્રેવી તૈયાર અને છેલ્લે કસુરી મેથી અને ઇલાયચી પાઉડર ઉમેરી અને મિક્સ કરો.થોડું પાણી ઉમેરી થિકનેસ મીડીયમ રાખવી.
- 5
તૈયાર ગરમ ગરમ ગ્રેવી ને સર્વિંગ પ્લેટ માં મૂકો ઉપરથી stuffing ભરેલા ટોફુ ના ફ્રાય કરેલા ટુકડા મૂકો.ઉપર થી ક્રીમ અને કોથમીર થી સજાવી પીરસો.તૈયાર છે સોયા પનીર પસંદા.નાન પરોઠા જોડે સર્વ કરો.
- 6
- 7
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)





















ટિપ્પણીઓ (11)