બ્લુ લાગુન મોકટેલ (Blue Lagoon Mocktail Recipe In Gujarati)

Unnati Bhavsar @unnatisfoodmagic
બ્લુ લાગુન મોકટેલ (Blue Lagoon Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ ને ધોઈ ને છીણી થી તેની છાલ છીલી લો. અને ઓરેન્જ ના ટુકડા કરી ને તેનો રસ કાઢી લો.
- 2
હવે એક પેન માં ખાંડ અને પાણી લો. સાથે તેમાં તજ નો ટુકડો ઉમેરો અને છીણેલી છાલ ને પણ એમાં નાખી દો. હવે સીરપ ને ૮-૧૦ મિનિટ સુધી મીડીયમ ફ્લેમ પર ઉકાળો.
- 3
હવે તેમાં ઓરેન્જ અને લીંબુ નો રસ ઉમેરો અને ફરી થી ૫ મકીનીત સુધી ઉકાળવા દો. અને ફ્લેમ પર થી ઉતારી ને એક બાઉલ માં લઇ લો. હવે તેમાં ફૂડ કલર એડ કરી ને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે મોકટેલ સીરપ
- 4
સર્વ કરવા માટે:
સર્વિંગ ગ્લાસ લો. તેમાં ફુદીના ના પત્તાં અને લીંબુ ના ૨-૩ ટુકડા નાખો. હવે તેને વેલણ ના પાછળ ના ભાગ થી થોડું કુટી લો.
- 5
હવે તેમાં ચપટી મીઠું અને ૪-૫ આઈસ ક્યુબ નાખો. અને ૨ ચમચી જેટલું સીરપ ઉમેરો. હવે ઉપર થી જરૂર પ્રમાણે sprite ઉમેરો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15612798














ટિપ્પણીઓ (3)