બટેટાનું ગ્રેવી વાળું શાક (Bataka Gravy Valu Shak Recipe In Gujarati)

આ શાક ફરાળમાં પણ ચાલે તેવું છે. ગ્રેવી વાળું બટાકાનું શાક આપણે રૂટિનમાં તો બનાવતા હોય છે પણ થોડુક અલગ રીતે બનાવી અને ચાલુ દિવસોમાં પરોઠા ,રોટલી રોટલા, ભાત સાથે પણ ખાઈ શકાય તેવું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને મીઠું નાખીને બાફી લેવા. મોટા બટાકા હોય તો મીડિયમ સાઇઝના પીસ કરી લેવા અથવા તો બે કરી લેવા. લાલ સૂકા મરચા, તજ લવિંગ અને શીંગદાણા ને ગરમ પાણીમાં થોડીક વાર પલાળી રાખો. ત્યારબાદ તેને પીસી લેવા. ટામેટાં ક્રશ કરી લેવા. વઘાર માટે તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ વઘાર કરવો. લસણ ઓપ્શનલ છે. ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી નાખી ચડવા દેવું.
- 2
ટમેટાની ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું. લાલ મરચાની પેસ્ટ કરી હતી તેમાં બધા મસાલા નાખી દસેક મિનિટ પલળવા દો. ટમેટાની ગ્રેવી ચડી જાય પછી લાલ મરચાની પેસ્ટ નાખી ચડવા દેવું. એકદમ ચડી જાય પછી બાફેલા બટાકા નાખી ઢાંકણ ઢાંકી ધીમા ગેસે પાંચ મિનિટ ચડવા દેવું. ઢાંકણ ખોલી ઉપરથી કોથમીર ભભરાવી. તૈયાર છે આપણું બટેટાનું ગ્રેવી વાળું શાક.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ