રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોનૅફલોર ને ૨ ટેબલ સ્પૂન ઠંડા દૂધમાં મિક્સ કરીને એકબાજુ પર રાખો ત્યારબાદ બીજા બાઉલમાં કોકો પાઉડર ને ૧ કપ દૂધમાં મિક્સ કરીને બાજુ પર રાખો.
- 2
એક પેનમાં દૂધને ઉકળવા મૂકો તેમાં ખાંડ ઉમેરી દૂધને ઉકળવા દો. તેમાં કોર્ન ફ્લોરનુ મિશ્રણ બરાબર મિક્સ કરીને ધીમે ધીમે નાખતા જાઓ ત્યારબાદ કોકો પાઉડર વાળો મિશ્રણ ધીમે ધીમે હલાવતા હલાવતા તેમાં મિક્સ કરી દો.
- 3
થોડીવાર બધું ઉકળવા દો.થોડીવારમાં દૂધ ઘટ્ટ થઈ જશે. બરાબર હલાવી રાખો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો
- 4
હવે ગેસ પરથી ઉતારી તેમાં ચોકલેટ સીરપ મિક્સ કરી અને ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખી દો.
- 5
કોલ્ડ કોકો ઠંડો થઈ જાય એટલે એક ગ્લાસમાં કોલ્ડ કોકો ભરી ઉપર એક સ્કુપ વેનીલા અથવા ચોકલેટ આઈસ્ક્રીમ નાખી તેના ઉપર ખમણેલીચોકલેટ ભભરાવો અને સર્વ કરો તો તૈયાર છે ઠંડો ઠંડો cold coco.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16158783






ટિપ્પણીઓ (5)