મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)

Urvi Mehta @urvimehta
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને દસ મિનિટ સુધી ધીમી આંચ ઉપર ઊકળવા દેવું.
- 2
૧ નાની વાટકી માં 3 ચમચી જેટલું દૂધ લઈ તેમા ૧ ચમચી કસ્ટર પાઉડર નાખીને બરાબર મિશ્રણ તૈયાર કરી ને સાઈડ પર રાખી દેવો.
- 3
હવે દૂધમાં ખાંડ ઉમેરીને 5 મિનિટ સુધી હલાવતા રહેવું.
- 4
ત્યારબાદ તેમા તૈયાર કરેલ કસ્ટર પાઉડર વાળુ દૂધનું મિશ્રણ ઉમેરવું અને પાંચથી સાત મિનિટ સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું.
- 5
હવે તેમાં મિલ્કમેડ ઉમેરવું અને 2 મિનિટ માટે હલાવીને ગેસ બંધ કરી દેવો.
- 6
હવે મિશ્રણને ઠંડુ કરવા રાખી દેવુ.
- 7
હવે કુલ્ફી બીબામાં નીચે કાજુ બદામની કતરણ કરીને રાખવી.
- 8
અને હવે ઠંડુ થયેલું મિશ્રણ કુલ્ફી ના બીબામાં ઉમેરવું અને સાતથી આઠ કલાક માટે ફ્રીઝર માં કુલ્ફી ને જમાવવા માટે રાખી દેવી.
- 9
તૈયાર છે આપણી કુલ્ફી. કાજુ અને બદામની કતરણથી તમે ગાર્નીશ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187240



ટિપ્પણીઓ