ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ભીના કપડાથી સાફ કરી ઠલિયા કાઢી મીઠા વડે અંદર ની ચીકાશ સાફ કરી લેવી.ચણા ના લોટ માં તેલ અને બધો મસાલો નાખવો. કેરી છીની ને નાખવી.
- 2
પછી ગુંદા માં મસાલો ભરી લેવો.થોડો મસાલો રાખવો.ભરેલા ગુંદા ને કુકર માં બે સિટી બોલાવી બાફી લેવા.પછી ગેસ પર પેન માં બે મોટા ચમચા તેલ મૂકી તેમાં બાફેલા ગુંદા નાખી ધીમા તાપે થોડા કડક થવા દેવા
- 3
પછી તેમાં વધેલો મસાલો નાખી હલાવી ૧૫ મિનીટ ધીમા તાપે ચડવા દો.વચ્ચે હલાવતા રહેવું.પછી ગેસ બંધ કરી દેવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200838



ટિપ્પણીઓ