વણેલી ગુવાર ઢોકળી

આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી.
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મોણ નાખી અને બધા મસાલા મિક્સ કરી અને લોટ બાંધો.
- 2
લોટને થોડીવાર દસ મિનિટ રહેવા દો ત્યારબાદ તેની રોટલી વણી અને શક્કરપારા જેવા ટુકડા કરી લેવા અથવા તો તેને ગોળ દબાવીને ચપટા લોયા પણ કરી શકાય.
- 3
એક કડાઈમાં અથવા કુકરમાં તેલ ગરમ મૂકી તેની અંદર રાઈ જીરું થોડો અજમો નાખી અને ગુવાર નાખી અને પાણી નાખી અને ઉકાળવા દેવું જેમ પાણી ઉકળે ત્યારબાદ તેની અંદર ટુકડા કરી અને વણેલી ઢોકળી નાખવી :જે સાઇડ પાણી ઉકળે તે સાઈડ થોડી થોડી કરીને નાખતા રહેવું એક સાથે નાખવાથી બધી ચોટી જશે
- 4
કુકરમાં ચાર સીટી મારી અને થોડીવાર ધીમા તાપે રહેવા દેવું એટલે ગરમાગરમ ગુવાર ઢોકળી તૈયાર છે તેની ઉપર થોડું તેલ લીંબુનો રસ અને થોડો ગરમ મસાલો છાંટીને ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ