ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#PC
#ફરાળી રેસીપી
મિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે

ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)

#PC
#ફરાળી રેસીપી
મિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 2 નંગ બાફેલા બટાકા
  2. 1 નંગમોટો ટુકડો સુરણ
  3. 1 નંગનાનો ટુકડો દુધીનો
  4. 2-3 ચમચીશીંગદાણા
  5. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચાં
  6. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર( ઓપ્શનલ છે તમે ના ખાતા હોય તો ના લેવું
  8. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  9. 1/4 ચમચી તજ લવિંગ નો પાઉડર
  10. 1 મોટી ચમચીદહીં
  11. 1 મોટી ચમચીઘરની મલાઈ
  12. 150 ગ્રામછીણેલું પનીર
  13. જરૂર મુજબ પાણી
  14. 1 ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ(જો તમે ખાતા હોય તો જ લેવા)
  15. 2 મોટી ચમચીઘી
  16. 1 ચમચી શીંગતેલ
  17. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેકા સુરણ અને દુધી તથા સીંગદાણાને બરાબર ધોઈને તેની છાલ કાઢીને કુકરમાં બે સીટી વગાડી લેવી

  2. 2

    આ બધુ બફાઈ જાય એટલે તેને ઠંડુ કરી લેવું

  3. 3

    હવે એક મિક્સર જારમાં બાફેલી દૂધી શીંગદાણા શેકેલા જીરાનો પાઉડર લાલ મરચું તજ લવિંગના પાઉડર અને દહીં નાખી પેસ્ટ બનાવી લેવી

  4. 4

    બાફેલા સુરણ અને બટાકા ને છીણી લેવા

  5. 5

    હવે એક પેન માં તેલ અને ઘી લઈ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી ક્રશ કરેલા આદુ મરચા ને સાંતળી લેવા

  6. 6

    પછી તેમાં બનાવેલી દૂધી અને શીંગદાણા ની પેસ્ટ ઝીણા સમારેલા કેપ્સીકમ ને ને સાતડી લેવા

  7. 7

    આ બધું સંતળાઈ જાય એટલે તેમાં સુરણ અને બટાકાનું છીણ નાખી મિક્સ કરી મધુ બાફી હોય તેનો પાણી ઉમેરી મિક્સ કરી સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી ધીમા ગેસ ઉપરઘી છૂટું પડે ત્યાં સુધી કુક થવા દેવું

  8. 8

    પછી તેમાં ઘરની મલાઈ નાખી મિક્સ કરી છીણેલું પનીર નાખી મિક્સ કરી ઢાંકીને બે મિનિટ ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું

  9. 9

    પછી આ ગરમાગરમ ફરાળી પનીર ભુરજી ને પનીરના છીણથી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes