ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)

#SJR
ફરાળ માં જ્યારે કાઈ પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આપણે શિરો જ યાદ આવે પણ આજે હું શીરા જેવી જ એક નવી રેસિપી લઈને આવી છું. તમે પણ આ જરૂર ટ્રાય કરજો
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#SJR
ફરાળ માં જ્યારે કાઈ પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આપણે શિરો જ યાદ આવે પણ આજે હું શીરા જેવી જ એક નવી રેસિપી લઈને આવી છું. તમે પણ આ જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં ઘી લઈ તેને ગરમ થવા દો. ગોળ ને છીણી લો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી ને લોટ ને ધીમા થી મીડીયમ તાપ પર હલાવ્યા કરો.
- 3
5 10 મીનિટ સુધી લોટ ને હલાવસો એટલે લોટ એકદમ હળવો થઈ જશે. અને ધીમે ધીમે કલર બદલવા લાગશે.
- 4
લોટ બદામી થઈ જાય એટલે ગેસ બંધ કરી 2 મિનિટ હલાવી તેમાં ગોળ ઉમેરો અને મિશ્રણ ને એકરસ થવા દો.
- 5
છેલ્લે થાળી માં પાથરી બદામ ની કતરણ ભભરાવી ગરમ ગરમ.કાપા કરી સર્વ કરો
- 6
અહીંયા રાજગરા સાથે શિંગોડા નો.લોટ પણ લઈ શકાય છે. અને બીજા તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ પણ લઈ શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ