રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલો તેમાં ઘઉંનો લોટ તેલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું થોડું પાણી લઈને રોટલી થી થોડો કઠણ લોટ બાંધી લો. ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યારબાદ થોડું તેલ લઈ લોટને કેળવી લો.
- 2
ત્યારબાદ તેના લુવા કરી લો. હવે ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરવા મૂકી દો. હવે અટામણ લઈ એકદમ પાતળી રોટલી વણી તવી મા કાચી પાકી ઉતારી લો. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરી દો.
- 3
હવે આ રોટલી ને બરોબર ખંચેરી લો. જેથી કરીને અટામણ નો લોટ નીકળી જાય. હવે તેલવાળો હાથ કરી રોટલી ચોપડી દો. આ રીતે બધી રોટલીઓ ચોપડી દો અને એક દિવસ માટે તેને રહેવા દો.
- 4
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસને ધીમો કરી રોટલી ને ધીમા તાપે બંને બાજુ લાલ થાય એ રીતે શેકી લો. આ રીતે બધી રોટલીઓ શેકી લો. આપણા સાદા ખાખરા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ