દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)

દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ તુવેરની દાળ અને ચણાની દાળને હળદર નાખીને બાફી લેવી.હવે સર્વ પ્રથમ ગેસ ચાલુ કરીને એક કઢાઈ મૂકવી તેમાં ચાર ચમચી તેલ નાખો અને તેમાં એક ચમચી બટર નાખવું હવે તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં જીરું નાંખવું
- 2
જીરું તતડે એટલે તેમાં હિંગ અને સૂકા લાલ મરચાં નાખવાં
- 3
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો
હવે ડુંગળી ને બરાબર ધીમા તાપે સાંતળો,હવે કસૂરી મેથી ને બે હાથથી મેસ કરીને તેમાં નાખોઆ બધું બરાબર મિક્સ કરો અને તેમાં ટામેટા નાખો
- 4
હવે ટામેટાને પણ બરાબર સાંતળો
હવે તેમાં લાલ મરચું ધાણાજીરું અને કિચન કિંગ મસાલો ઉમેરોહવે આ બધા વગાડે બરાબર હલાવી તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. જેથી વઘારની આ ગ્રેવી એકદમ ઘટ્ટ થશે
- 5
હવે આ ગ્રેવી ને ધીમા તાપે બરાબર શેકાવા દો જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી તો આ ગ્રેવીને શેકવા દેવો,આ રીતે તેલ છૂટું પડે એટલે તેમાં ધીમે-ધીમે
બાફીને મૂકેલી દાળ ઉમેરોહવે દાળ માં સ્વાદ પ્રમાણે મીઠું નાખો
- 6
હવે આ દાળને એકદમ ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવી.
આ રીતે દાળ ઘટ્ટ થાય તે પછી ગેસ બંધ કરો અને દાળને સર્વિંગ બાઉલમાં લઈ લેવી.
- 7
તો બસ તૈયાર છે આપણી દાળ જેને તમે સર્વ કરી શકો છો.
- 8
Thank you 😊
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ